________________
૧૬૮
ઋષિમંડલ ગણનારે કેવી રીતે ન્યાસ કરવો જોઈએ ? ન્યાસ એટલે સ્થાપના.
ન્યાસ શેનાથી કરવો ? જમણા હાથની અનામિકા અંગુલીથી કરવો. ઋષિમંડલના જાપ કરનારે તો સ્તોત્રના આઠ પદનોજ ન્યાસ કરવો ઉચિત છે. અહીં કુલ ચાર ન્યાસ આપેલા છે.
ન્યાસથી સાધકે પોતે પ્રથમ દેવ સ્વરૂપ બની જવું જોઇએ. અને એ બનવા માટે જાપના મુખ્ય પદોના ભાવને પોતાના દેહાંગોમાં સમાવિષ્ટ કરવો જોઇએ. એ પછી કરેલું અનુષ્ઠાન બધી રીતે લાભ દાયક બને છે.
દેવ જેવા બની દેવની પૂજા કરવી જોઇએ. ન્યાસ નંબર-૧
ૠષિમંડલ સ્તોત્ર માટેનો સ્તોત્રંગત-ન્યાસ
૧ ૐ હ્રીં અહંભ્યો નમઃ (શિખાસ્થાને) ૨ ૐ હ્રીં સિદ્ધેભ્યો નમઃ (મસ્તક સ્થાને) ૩ ૐ હ્રી આચાર્યેભ્યો નમઃ (બંને નેત્ર) ૪ ૐ હ્રીં ઉપાધ્યાયેભ્યો નમઃ (નાસિકા ઉપર) ૫ ૐ હ્વીં સર્વ સાધુભ્યો નમઃ (મુખ ઉપર)
૬ ૐ હ્રીં શાનેભ્યો નમઃ (ષડજીભી ઉપર કલ્પનાથી)
૭ ૐ હ્રીં સમ્યગ્ દર્શનેભ્યો નમઃ (નાભિ ઉપર)
૮ ૐ હ્રીં ચારિત્રેભ્યો નમઃ (પગ ઉપર)