________________
૧૬૬
શ્રી ઋષિમંડલ અંગે બે બોલ.
ઋષિમંડલ સ્તોત્રના કર્યાં ચોવીસમા તીર્થંકર શ્રીમહાવીરસ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી છે. આ સ્તોત્રની રચના અપૂર્વ મંત્ર ગર્ભિત છે. આ સ્તોત્રમાં હ્રીઁકારને મૂલ મંત્ર તરીકે માનવામાં આવેલ છે. દરેક મંત્રની શરૂમાં ૐ અને હીં મુખ્યત્વે હોય છે. ૐ માં પંચપરમેષ્ઠિ અને હ્રીઁ માં ચોવીશ તીર્થંકરોની વિશિષ્ટ રીતે સ્થાપના કરવામાં આવેલ છે, એટલે હ્રૌંકારમાં ચોવીશ જિનેશ્વર ભગવંતોની આલેખના હોવાથી હ્રીઁકારને અને સ્તોત્રમાં મુખ્ય ગણવામાં આવેલ છે, આથી ઋષિમંડલનો અર્થ સ્પષ્ટ થાય છે કે, ઋષિ એટલે ચોવીશ તીર્થંકરો અને મંડલ એટલે સમૂહ. આ કારણથી ઢીંકારમાં ચોવીશ તીર્થંકર ભગવંતો જુદી જુદી રીતે આવી જાય છે. આ સ્તોત્રમાં યંત્ર, આમ્ના, આરાધના, મંત્રભેદ, સમલીકરણ, ઉત્તરક્રિયા, વિધિવિધાન, ધ્યાન સ્મરણ, પૂજા વિગેરેનો સમાવેશ થયેલ છે. મંત્રોના રચનાર મહાપુરૂષો ખુબજ સમર્થ હતા. અમે તેમણે આવા સ્તોત્રોની વિશિષ્ટ રચનાઓની સિદ્ધિઓ સ્તોત્રોની અંદર જ કરેલી છે. આંવા કારણોથી સ્તોત્રોના ગણનારને તેમના મનની એકાગ્રતા અને સંપૂર્ણ સંયમની સાથે ધ્યાન કરતાં તેના અધિષ્ઠાયક દેવ, દેવીઓ તેમના કાર્યની પૂરતીમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદગાર થાય છે. પરંતુ આરાધકે તેમની અવિધ મૂજબ સતત્ એક ધારા કોઈ જાતની ક્ષતિ વિના ગણવું જોઈએ. જેમ પ્રખ્યાત ડોકટર પોતાના પેસંટની બરોબર નિદાન પૂર્વક તપાસી ખાત્રી કરી દવા વિગેરે અમુક મુદત સુધીના કોર્શની આપે તે મુજબ તે કોર્શ પુરો થયે ફાયદો થાય છે. તેવી રીતે આવાં મંત્ર ગર્ભિત તે સ્તોત્રોમાં પણ આપેલ અનુષ્ઠાનો મુજબ ગણવાનો કોર્શ પુરો કરવાનો