________________
૧૦૬
તરફ ભટકવા લાગ્યું. રાજા રણકેતુ તો આ ચમત્કારથી નવાઈ પામ્યો અને તેને ખરી બુદ્ધિ સુઝી કે મારો ભાઈ એ કોઈ સામાન્ય મનુષ્ય નથી પણ મહાન ચમત્કારીક પુરુષ છે. તો પછી આવા ગુણવાન માણસને મેં શિક્ષા કરી એ વ્યાજબી કર્યું નથી. એમ વિચારી ગૃહવર્માની પાસે જઈ તેની ક્ષમા યાગી. એટલું જ નહિ પણ સાચો પશ્ચાતાપ થવાથી તેણે પોતાનો મુગટ ગૃહવર્માને માથે મૂકી રાજ્ય તેને સોંપ્યું અને પોતાને વૈરાગ્ય થવાથી ચાપિત્ર આંગીકાર કર્યું. ગૃહવર્માએ પણ બીજા રાજાઓને જીતી પોતાનું રાજ્ય નીતિથી ચલાવ્યું.
જે પ્રભુના સ્મરણથી આ સંસારનો પાર પામી મોક્ષ મેળવે છે. તો પછી આવા ભયંકર સંગ્રામનો પાર પામી રાજ્ય પ્રાપ્ત કરાય તેમાં શી નવાઇ છે ?
મતે પણ એવો નિયમ લઈ અનુભવ તો કરી જોજો. તેનાથી તમે કાંઈક નવીન પ્રેરણા મેળવી શકશો.
અંભોનિધૌ ક્ષુભિતભીષણ ન-ચક્ર, પાઠીન પીઠ ભયદોલ્ખણ વાડવાગનૌ; રંગારંગશિખર સ્થિતયાન પાત્રા, સ્ત્રાસં વિહાય ભવતઃ સ્મરણાર્દૂ વજ્રન્તિ II ૪૦ ||
અર્થ :-જેના વિષે ભયંકર નક્ર-ચક્રાદિ મગરમચ્છ ઉછળી રહ્યા છે અને પાઠીન આને પીઠ નામના મસ્ત્યથી ભયને ઉત્પન્ન કરનારો પ્રબળ વાડવાગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે. તેવા સમુદ્રમાં ઉછળતા મોજાંના શિખર પર રહેલા વહાણવાળા પુરૂષો પણ તમારૂં સ્મરણ કરીને ભયનો ત્યાગ કરી સમુદ્ર પાર જાય છે.