________________
શ્લોક ૩૪-૩૫મી નો પ્રભાવ બતાવનારી કથા
નન્દનવન જેવી સૌંદર્યતાને ધારણ કરતા ગંગા નદીના કિનારાનો રખ્ય પ્રદેશ શોભી રહ્યો છે. ત્યાં પાંતલપુરનું નાનું રાજ્ય આવેલું છે. ત્યાંનો ભીમસેન રાજા બહુજ દયાળુ અને પ્રજાને સુખ આપનાર હતો. પ્રજા પણ રાજા તરફ બહુ પ્રેમ-રાખતો હતો. કુદરતની આટલી બધી બક્ષીસ હોવાથી રાજાને વૈભવ ઘણો હતો, છતાં તેના શરીરમાં એક પ્રકારના દાહજવર (બળતરીયો તાવ) ઉત્પન્ન થવાથી તે બહુજ પીડા પામતો હતો. તેથી રાજ્યનો વૈભવ પણ તેને કંટાળારૂપથઈ પડ્યો હતો.
ઘણા ઘણા વૈદ્ય-હકીમોએ તેના ઉપાયો કર્યા પણ કોઈ રાજાનો તાવ મટાડી શક્યું નહિ. ત્યારે રાજા પણ ખૂબ અકળાયો અને મરવા તૈયાર થયો.
ઘણા ઘણા સારા માણસોએ તેને સમજાવ્યો પણ રાજાએ તો પોતાની હઠ છોડી નહી. ત્યારે ગામને પાદર એક મોટી ચિતા તૈયાર કરાવી, ત્યાં રાજા પણ આવી પહોંચ્યો.
ભડભડ અગ્નિ સળગે છે, તેમાં રાજા જ્યાં અંદર કુદી પડવાની તૈયારી કરે છે, તેવામાં ઘણે દુરથી વિહાર કરી આવતા કોઈ જૈન મુનિરાજ ત્યાં આવી પહોંચ્યા. અને કહેવા લાગ્યા “હે રાજન્ ! આવી રીતે આપઘાત કરી મરવાથી બીજા અનેક ભવો પણ દુઃખમાંજ ભોગવવા પડે છે. માટે આવું કાર્ય કરવું તે યોગ્ય નથી' જેમ મંત્રની અસર ઝેર ઉપર થાય તેમ મુનિના પવિત્ર વચનોની અસર રાજા ઉપર થઈ અને રાજા થંભી ગયો.
બીજા માણસો પણ આ મુનિરાજની પ્રભા જોઈ અંજાઈ ગયા અને રાજા તો બાળકની માફક મુનિના ચરણમાં પડી અત્યંત વેદનાથી રોવા લાગ્યો. મુનિએ પણ લાભનું કારણ જાણી રાજાને આ ભક્તામર