________________
૯૪
વ્યાખ્યાનમાં જવા લાગ્યો.
એક દિવસ લાગ જોઈને રાજાએ ધર્મસેન આચાર્યને રાણીના રોગનો ઉપાય પૂછ્યો, ત્યારે આચાર્યે પૂર્વકર્મનું એ ફળ હોય છે. એમ કહીને વિશેષ જવાબ ન આપ્યો. પરંતુ જ્યારે રાજાએ ખૂબ ખૂબ વિનંતી કરી કહ્યું કે હે પૂજ્ય ! જો રાણીને આરામ થશે તો આપ કહેશો તે કરીશ. ત્યારે આચાર્યે લાભનું કારણ જાણીને એક ચાંદીના પતરા ઉપર ભક્તામાર સ્તોત્રના ૩૨ ને ૩૩ શ્લોકોને મંત્રાક્ષરપૂર્વક લખાવી નિરંતર તેનું આરાધન કરવા કહ્યું. વળી નિર્મળ પાણીથી પતરાને ધોઇ ને તે પાણી અડધું રાણીને શરીરે ચોપડવા અને અડધું રાણીને પીવડાવવા કહ્યું.
આવી રીતે રાજાએ વિધિસર ૧૦૮ દિવસ કર્યું, તો રાણીનું શરીર સુંદર સ્વરૂપવાન બની ગયું. આથી રાજા બહુજ ખુશ થયો, અને પોતે જૈન ધર્મ અંગીકાર કર્યો. એટલુંજ નહી પણ આખા નગરમાં જૈનોનો વેરો સદાને માટે માફ કર્યો.
ધન્ય છે એવા મહામુનિને. શ્ર્ચયોતન્મદાવિલવિલોલ
કોલમ્સ,
મો
ભ્રમભ્રમરનાદ વિવૃદ્ધકોપમ્; એ રાવતાભમિભમુદ્વૈતમાપતત, દષ્ટવા ભયં ભવતિનો ભવદાશ્રિતાનામ્ ॥ ૩૪ ॥
અર્થઃ-ઝરતા મદથી વિલિસ, ચંચળ ગંડસ્થળથી મદોન્મત્ત. તયા અહીં તહીં ભમતા ભમરાઓના શબ્દોએ કરીને વધ્યો છે. જેને ક્રોધ તેવા ઐરાવત જેવા સામે આવતા હાથીને દેખીને તમારા આશ્રિત જનો ભય પામતા નથી.