________________
- મહિમાવાચક દુહા -
(સમય અનુકુળતા મુજબ પાઠ કરવો - કરાવવો) જયો જયો ગૌતમ ગણધાર, મોટી લબ્ધિતણો ભંડાર, સમરે વાંછિત સુખ દાતાર, જયો જયો ગૌતમ ગણધારે -મુનિ શ્રી ચંદ્રવિજયજી ગૌતમ પ્રણચા પાતક ટળે, ઉત્તમનરની સંગત મળે ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાઘે વાન - કવિવર શ્રી લાવણ્યમયજી ગૌતમ નામે છીજ પાપ, Zતમ નામે ટળે સંતાપ ગૌતમ નામે ખપે સવિ કર્મ, ગૌતમ નામે હોય શિવશર્મ - આચાર્ય શ્રી પાર્જચંદ્રસૂરિ ગૌતમ સ્વામી જગ ગુરૂ, ગુણ ગણનો ભંડાર, અનંત લબ્ધિનો એ ઘણી, આપે અક્ષય સુખ અપાર. - આચાર્ય શ્રી વિજય સુશીલસૂરિ વૈરી મિત્ર જ સરીખા થાય, ગૌતમ નામે પ્રણમે પાય રાજા માને સહુ કો નમે, ગૌતમ નામ હૃદયમાં રમે. - દર્શન વિજયજી ત્રિપુટી જીજકારે સહુ કો કરે, બોલ્યુ વચને નવિ પાછું ફરે કીર્તિવેલ જગે પ્રસરે બહુ, ગૌતમ નામે છે એ સહુ. - દર્શન વિજય ત્રિપુટી
घन
ઈન્દ્રભૂતિ એ ગૌતમસ્વામ, પ્રભાતે કરૂ હું પ્રેમે પ્રણામ મનોવાંછિત હું માંગુ તમામ, પાઉં સુશલશિવ સુખ ધામ.........