________________
&&&&&&
ભાવાર્થ
સર્વ વિઘ્નોને મૂળથી જ નાશ કરનાર અને અભિષ્ટ પદાર્થોને આપનારા અનંત લબ્ધિના નિધાન એવા ગૌતમ ગણધરેન્દ્રને નમસ્કાર થાઓ (૧)
સુવર્ણના ઉત્તુંગ સહસ્ત્ર પાંખડીઓયુક્ત કમળના ગર્ભ ૫૨ ૨હેલ સિંહાસન પર બિરાજમાન, દૈવી છત્રયુક્ત તથા શ્રેષ્ઠ ચામો વડે ઇન્દ્રો/સુરેન્દ્રો દ્વારા સેવા કરાતા, સર્વ ગુણોથી સુશોભિત, વિશેષ લબ્ધિના ઉત્તમ સ્થાનસ્વરૂપ, જેઓના ચરણકમળની સેવા દેવેન્દ્રો કરે છે, શુભવલ્લીના કંદસમાન શ્રી ગૌતમસ્વામિને હું સદા વંદન કરૂં છે. (૨-3)
અનંતવિજ્ઞાનરૂપી સૂર્યસમાન, દ્વાદશાંગીરૂપ કમલાક૨ સમાન (સુબુદ્ધિના આશ્રય) ! ગણનાયક શ્રી ગૌતમસ્વામિને નમસ્કા૨ થાઓ. (૪)
છઠ્ઠના પા૨ણે છની તપશ્ચર્યા ક૨ના૨, ચા૨ જ્ઞાનના ધારક, અપૂર્વ વિનયાદી ગુણોના ધામ શ્રેષ્ઠ કોટીના પાત્ર શ્રી ગુરૂ ગૌતમને વારંવા૨ નમસ્કાર હો.(૫)