________________
'ગુરુ ગતમરવાણી: વિરલ વ્યક્તિત્વ
પ.પૂ.આ. શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મ.સા. ના ' વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી રાજરત્નવિજ્યજી મ.સા.
ગણધર ભગવાન ગુરુ ગૌતમસ્વામી!! સમયની સરિતામાંથી કાળના જળ ૨૫૦૦ વર્ષથી વણથંભ્યા વહી રહ્યા હોવા છતાં ય ગુરુ ગૌતમસ્વામીની સ્મૃતિને અંશ પણ ઘસારો નથી લાગ્યો. બલ્ક આજે ય એ સ્મૃતિ જ્યોતની જેમ જનમાનસમાં ઝળહળી રહી છે. જૈન સંઘ એમને લબ્ધિતણા ભંડાર' કહીને નવાજે છે અને “વાંછિત ફળ દાતાર' રૂપે નિહાળે છે. અરે એથી ય આગળ વધીને પ્રત્યેક મહત્ત્વના કાર્યોમાં એમના મંગલમય નામનું સહુ સ્મરણ કરે છે. કારણ કે અનુભવીઓના વચન છે કે “ગોતમ નામે નવે નિધાન' !!
એમના પાવન નામમાં જ જગતની ત્રણ અચિંત્યપ્રભાવશાલી શક્તિઓ સમાવિષ્ટ છે. ગૌત-મ. આ નામમાં પ્રથમ અક્ષર છે ગૌ. ગૌ એટલે અર્થાત્ કામધેનુ, દ્વિતીય અક્ષર છે તે એટલે તરુ અર્થાત્ કલ્પવૃક્ષ અને તૃતીય અક્ષર છે મ. મ એટલે મણિ અર્થાત ચિંતામણિ. કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવી સંસારની સર્વોત્તમ શક્તિઓની સાથે ગુરુ ગૌતમસ્વામીનું નામ આ રીતે સમાનતા ધરાવે છે. કિંતુ કવિજનો કહે છે કે એમનું નામ ભલે સામ્ય ધરાવતું હોય, બાકી કામ તો પેલી ત્રણે શ્રેષ્ઠ શક્તિઓ કરતાંય અધિક મહાન છે. કામધેનુ-કલ્પવૃક્ષ અને ચિંતામણિ તો માત્ર ભોતિક સામગ્રી જ અને તે પણ માંગ્યા