________________
(૧૧) વિવાગસૂત્ત અગિયારમું, દુઃખ સુખ ફળ અધિકાર,
તજીએ પાપને પુણ્ય પણ, ભજીએ સંવર સાર.
નું બિાર ઉપાંગોના દુહા છે , (૧૨) બાર ઉપાંગમાં આદ્ય છે, ઓવવાઈ જેહનું નામ,
વિધવિધ વાતે સોહામણું, પૂજો મન અભિરામ. રાયપસેણિય સૂટમાં, રાજા પ્રદેશી અધિકાર, સૂર્યાભ દેવ નાટક કરે, વીર પ્રભુ આગળ સાર. જીવાજીવ પદાર્થનું, ઉપજે જેહથી જ્ઞાન,
જીવાભિગમ ઉપાંગને, પૂજો બહુ વિધ માન. (૧૫)
પન્નવણા સૂરો રહ્યાં, પદ છત્રીસ રસાળ, ઉપાગમ હી જે શ્રેષ્ઠ છે, સણજો છોડી જંજાળ. પન્નતિ જંબુદ્વીપની, જંબદ્વીપ અધિકાર ભરત ઐરાવત’ને વળી, મહાવિદેહાદિક ધાર.
- ფოლადის