________________
પરિશિષ્ટ - ૨
'અઠ્ઠાવીસ લબ્ધિઓનું સ્વરૂપ " દિપાવલીના પવિત્ર દિને વીરપ્રભુ નિર્વાણ પામ્યા અને કા.સુ. ૧ ના મંગલ પ્રભાતે ગુરુ ગૌતમને કેવળજ્ઞાનનો પ્રકાશ 6 આ પ્રગટયો. આ પર્વનું જિનશાસનમાં અનેરું મહત્વ છે. શારદાપૂજનમાં પણ પુણ્યવાનો “શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ હોજો ૨) ' એમ ચોપડાના “પૂજા ના પાને' લખે છે કારણકે સમગ્ર જિનશાસને ગૌતમસ્વામીને ‘લબ્ધિતણા ભંડાર' તરીકે નવાજેલ છે.
ચમત્કારી શક્તિવિશેષ દ્વારા લોકો આશ્ચર્યમુગ્ધ બને, તે શક્તિને આપણે લબ્ધિ તરીકે ઓળખીએ છીએ. લબ્ધિ શબ્દ સંસ્કૃત ‘નમ્' ધાતુ પરથી છે. નમ્ એટલે પ્રાપ્ત કરવું - મેળવવું. લબ્ધિ એટલે ‘લાભ” અથવા “પ્રાપ્તિ'.
આત્મા પર લાગેલ ગાઢ કર્મનાં આવરણો જેમ જેમ દૂર થાય તેમ તેમ આત્મામાં અસામાન્ય વિશિષ્ટ શક્તિનું 9. અનાયાસે ચમત્કૃતિયુક્ત પ્રગટીકરણ થાય તે “લબ્ધિ' કહેવાય
‘લબ્ધિ’ એટલે પ્રાપ્ત થવું. જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતી શક્તિ વિશેષને પણ લબ્ધિ કહેવાય.
તપવિશેષથી પ્રાપ્ત થતી ઋદ્ધિ તે પણ લબ્ધિ, સમ્યગુજ્ઞાન - સમ્યગદર્શન - સમ્મચારિત્ર સાથે જીંવનો સમાગમ 0 એટલે લબ્ધિ.
મનુષ્યમાં વિવિધ પ્રકારની માનસિક - શારીરિક શક્તિઓ સુષુપ્તપણે હોય છે. આત્માના શુભ - નિર્મળ ભાવના (૯આવરણના ક્ષયોપશમથી શક્તિ પ્રાપ્ત થાય ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે. કેટલીક શક્તિઓ એવી છે જેનો પ્રભાવ નજરે )
* જોઈને માનવામાં આવે, કેટલાક અશ્રદ્ધાળુ - નાસ્તિક પણ આવી શક્તિની ઘટના નજરે જોયા પછી શ્રદ્ધાવાન બની જાય (2) છે. આવી અનેકવિધ લબ્ધિઓમાં અઠ્ઠાવીસ લબ્ધિઓનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે.