________________
SESUŠNJEMAS
પણ ચારિત્ર ન મળે તે દરમ્યાન જ્ઞાને પાર્જનની, જે તાલાવેલી હતી, તેને લઈને પણ પૂ. ચરિત્રનાયશ્રી સંગને વિવશ બની અધીરા બન્યા હતા.
જે વાત તેમણે પ્રાયઃ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. (સંઘસ્થ વિર પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ.) ને રાધનપુર પત્રથી લખી જણવી લાગે છે. કેમ કે જુના સંગ્રહમાંથી નીચે મુજબને પત્ર મળી આવ્યો છે.
શ્રી પાર્શ્વનાથજી પ્રણમ્ય સ્વતિશ્રી રાધનપુરથી લી. મુનિ સિદ્ધિવિજયજી તથા ચતુર વિજયજી તથા ચારિત્રવિજયજી શ્રી લીંબડી નગર મળે લજજાળુ દયાળુ ધર્માભિલાષી શ્રદ્ધાવિવેક માધ્યસ્થ સુશ્રાવક હેમચંદ મગનલાલ જોગ દુષ્ટકર્મોડેદક ધર્મલાભ પહોચે.
શ્રી અત્રે દેવગુરુ પસાયે સુખ વ છે તેમ તમને સુખ મે. વિશેષ અમે આજ દિને અત્રે આવ્યા છીએ અને તમારે પત્ર પણ મળે છે. વાંચીને પરમ સંતેષ પ્રાપ્ત થયો છે.
વળી અમારે યહાં રહેવાનું પ્રાયઃ એક માસ ખરે, એટલે હાલ સ્થિરતા છે તે જાણજે. બીજું ભણવામાં વિશેષ પ્રકારે વૃદ્ધિ થાય તેમ કરશો. એ જ ધર્મ સાધન રૂડી રીતે કરવું એજ સાર છે. એજ સંવત ૧૯૪૭ વરસે પિષ સુદ ૧૨ બુધ.
દ, ચતુરવિજયના ધર્મલાભ વાંચજો.” આ પત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રીના નામ આગળ પ્રયોજેલા વિશેષ ચરિત્રનાયકશ્રીની અધૃતિ ટાળવાના આશયથી લખાયા હોય તેમ લાગે છે.
વળી ભણવા સંબંધી વિચારોના અતિરેકને ધર્મ સાધના રૂડી રીતે કરવાની વાત રજુ કરી વળાંક આપવા પ્રયત્ન કર્યો લાગે છે.
આ રીતે પૂ શ્રી ચરિત્રનાયકશી વિવિધ રીતે ઘડાઈ રહ્યા હતા.
A