SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ STUŽIŽVEELRS श्रीवर्धमान-स्वामिने नमः cત્રી . ચરિત્રનાયકશ્રીની વિષમ પરિસ્થિતિ . ' પૂ. ચરિત્રનાયકથી કોર્ટમાં પિતાનું નિવેદન મૌખિક આપી વિદ્યાશાળાએ પાછા ફર્યા, ત્યારે મગનભાઈ વગેરે કપડવંજના શ્રાવકોએ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે ભેગા થઈ કોટે ચઢેલ આ મામલે કેવી રીતે બીચકે ? કે શાંત થાય ? તેની ચિંતા વ્યક્ત કરી. પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ. શ્રીએ સઘળા-શ્રાવકને ધીરજ ધરવા અને “ચરિત્ર નાયકશ્રીની મક્કમતાના આધારે તમે બધા શાસનદેવના ભરોસે નિશ્ચિંત રહો” એમ કહી સહુને ધીર-ગંભીર આશ્વાસન આપ્યું. પૂ. ચરિત્રનાયકશ્રી પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીની સૂચના મુજબ સાંજના પ્રતિક્રમણ પછી શુદ્રોપદ્રવ ઉઠ્ઠાવીને કાઉસ્સગ્ગ, ચાર લેગસ્સ સાગરવર ગંભીર સુધીને બે પગના પંજા પર ઊભા રહી કરતા અને શ્રી નવકાર–ઉવસગ્ગહરતંની ૩ માળા સૂતી વખતે ગણતા. મગનભાઈ બે-ત્રણ દિવસ પછી ફરી આવી કપડવંજની સ્થિતિને ચિતાર આપ્યો કે વેવાઈ રણછોડભાઈ ઘેલછાશ બની પૈસા વેરીને બેટા સાક્ષીઓ ઊભા કરી રહ્યા છે કે જેના લીધે આ વખતે કેસમાં બહુ ભારે ગૂંચવાડો ઊભું થાય” આદિ. વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રીને કહ્યું કે “તમે તમારી વાતમાં મકકમ રહેશે કે મારા માતાજીની ઈચ્છા શરૂઆતમાં નહીં છતાં સંસારી-બાપુજીની પૂર્ણ સંમતિથી મેં સ્વેચ્છાએ દીક્ષા લીધી છે.” “બસ ! આટલી જ વાત બરાબર પકડી રાખશે. બીજા આડા-અવળા વકીલેના આઠ પ્રશ્નોમાં ગૂંચવાશે નહીં,” વગેરે વાત કરી. પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ.ને પણ બધી વાતથી વાકેફ કર્યા. OOO OOO06
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy