________________
ERDOM
पू. सिछिपियण म. श्री ता अवसर प्राप्त मौन साथसाधन सूत्रने અનુસરી મેહાધીન-કુટુંબીઓના વિવિધ-પ્રશ્નોના ખુલાસા કરવાની ભાંજગડમાં ઉતર્યા નહીં.
અંતે થાકીને કપડવંજવાળ પાછા ગયા. બે-ચાર દિ' પછી ફરી માતુશ્રી જમનાબેન માણેકવને સાથે લઈ વેવાઈ અને તેના છોકરાઓ સાથે આવી કરૂણભરી રીતે આજીજી કરી. પૂ. સિદ્ધિવિજયજી મ. શ્રીને ઢીલા પાડવા ઘણે પ્રયત્ન કર્યો.
પણ શાસનને કેન્દ્રમાં રાખી દ્રવ્ય-દયા કે મોહજન્ય કાલાં-ઘેલાં વચનની માયાજાળમાં ન ફસાઈ મૌનપૂર્વક કુટુંબીઓના વિચિત્ર ઉપસર્ગને સમભાવે વેઠી રહ્યા.
આવા બે-ત્રણ દિના આંતરે ત્રણ-ચાર પ્રયત્ન થયા. પણ કંઈ વળ્યું નહીં.
આ બાજુ મગનભાઈ એ જમનાબહેનને એકાંતમાં સમજાવ્યું કે- “શા માટે આવી બધી બેટી ધમાલ કરે છે? તને ખબર તે છે. હેમચંદના ગ્રહોના ફળાદેશ વખતે કાશીના પંડિતે કેવું ભવિષ્ય ભાખેલ ? જન્મ-જાત સંસ્કારે ફેરવી શકાય નહીં! આપણા કુળને અજવાળનાર પ્રભુશાસનની દીક્ષાના પંથે જનારા આપણા સંતાનને બિરદાવવાના બદલે આવી ભયંકર શાસનની, ધર્મની-સાધુઓની હીલને, નિંદા-અપભ્રાજનાથી બંધાતાં પાપકર્મો ક્યાં છૂટશે? આદિ.
આ બધાના કારણે માતુશ્રી જમનાબહેનના પરિણામ જરા કુણા થયા, આમેય તે રત્નકુક્ષિ પુણ્યશાલિની માતા હતી. મનમાં તેને હવે લાગ્યું કે મારી કુખને અજવાળનાર સંતાનને હાથ પકડી ફરી પાછો સંસારના કીચડમાં લાવવાનું પાપ કરવું વ્યાજબી નથી.
પણ પૂ. ચરિત્રનાયકશ્રીના શ્વસુર શ્રી રણછોડભાઈ ધર્મની રીતિ-નીતિમાં બહુ માર્મિક રીતે અંદર ઉતરેલ ન હોઈ તે માત્ર પોતાની દીકરીના વ્યાવહારિક-જીવનની ઘેલછામાં અતિરેક વૃત્તિના પંથે ઉપવા લાગ્યા.
વેવાઈ મગનભાઈને યદ્વા-તઢા બોલી પજવવા લાગ્યા. વેવાણ જમનાબહેનને પણ વિશિષ્ટ રીતે ઉશ્કેરી રહ્યા છે-“શું તમને દીકરાને પણ પડી નથી? બધાને બાવા બનાવવા છે કે!”
બીજા કુટુંબીઓ મારફત પણ આ વાતને વધુ ચળવીપણ દરેક ચીજ પિતાની મર્યાદામાં શોભે.
6િ0 900
100066
હિંઠા
I
IIT
-
8િ વ
રિયાળી, ત્ર |
: