________________
SEAT BUĎVEURE
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે-“ભાવી અન્યથા કંઈ કરી શકતું નથી! આટઆટલા દવાના ઉપચાર માફક નથી આવતા, તેને અર્થ અંદરથી તેલ છુટું લાગે છે, તે આ પવિત્ર તીર્થધામમાં માંગ્યુ ન મળે તેવું પવિત્ર મૃત્યુ આવે તે વધાવવા તૈયાર છું.”
“નાહક ડોળીના આરંભ-સમારંભને દેષ વહેરી સંયમને કલંકિત કાં કરવું?” આદિ.
પણ ભાવનગરના શ્રીસંઘે સેવાને અમને લાભ મળે અને હજી આપતી એવી મેટી ઉંમર કયાં છે? અહીં કરતાં ભાવનગર દવા,-વૈદ્ય આદિની સગવડ વધુ છે, આદિ ખૂબ આગ્રહ કરી કા. વ. ૧ સવારે ડોળીથી ભાવનગરને નિર્ણય લગભગ કરી ગયા.
કા. સુ. ૧૩ ના દિવસે ૪૦ થી ૫૦ જણા ફરીથી શ્રી વૃધિચંદ્રજી મ. ના આગ્રહભર્યા પત્રને લઈ વિહારમાં સાથે રહેવાની પૂરી તૈયારી સાથે આવ્યા,
ગુરુભ્રાતા શ્રી વૃધિચંદ્રજી મ. ની સેવાને લાગણી ભર્યો પત્ર વાંચી પૂ. શ્રી મૂળચંદજી મ. શ્રી એ ભાવી પર બધું છોડી કા. વ. ૧ સવારે ડોળીથી વિહાર કર્યો
પૂ શ્રી ઝવેરસાગરજી મ. અાદિ ૧૦ ઠાણાં અને સાધ્વીજીના ૩૦ થી ૪૦ ઠાણું, તથા ૧૦૦ થી ૧૨૫ શ્રાવકે, ૫૦ થી ૬૦ શ્રાવિકા ચતુર્વિધ શ્રી સંઘ સાથે પૂ. ગચ્છાધિપતિશ્રી કા. વ. ૪ બપોરે ભાવનગર ગામ બહાર પધાર્યા.
કા. વ. ૫ ભાવનગર-શ્રીસંઘે ધામધૂમથી ભવ્ય સ્વાગત પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું.
પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. આનંદભરી રીતે પૂ ગચ્છાધિપતિની બાહ્ય-અત્યંતર પરિચયમાં ખડે પગે રહેવા લાગ્યા,
ભાવનગરના શ્રી સંઘે પણું સરકારી દવાખાનાના મોટા ડોકટરને બોલાવી પગના દુઃખાવાને, તાવને તથા છાતીના દર્દીને ઉપચાર કરાવ શરૂ કર્યો.
માગ. સુ. ૪ થી ૭ ખૂબ ગંભીર સ્થિતિ રહી, શ્વાસ-પ્રશ્વાસની પ્રક્રિયા અનિયમિત થઈ રહી, શ્રીનમસ્કાર-મહામંત્ર સંભળાવવા શરૂ થયેલ, પણ શ્રીસંઘના પુણ્યદયે ફરીથી મને. સુ. ૮ થી વળતાં પાણી થઈ ગયા.