SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે બહેનેએ મરચા પર લડવા જતા ફૌજી-તાલીમવાળા મિલેટ્રીમેનની જેમ સંસારના ભીષણ વાતાવરણમાંથી બહાર નીકળી વેચ્છાએ સંયમ ધર્મની પાલન દ્વારા ઉદીરણાદિપૂર્વક કર્મસત્તા સામે ઝઝુમવા માટેની ભાવના સાથે પૂજ્યશ્રી પાસે ઉમંગપૂર્વક વાસક્ષેપ નંખાવી જગતના સર્વોત્તમ પદાર્થોને પણ મુક્ત-મનથી ત્યાગ કરી દેવાના પ્રતીક રૂપે વષીદાનની પ્રક્રિયા ખૂબ ઉમંગથી કરી. રથયાત્રા પત્યા પછી સીધા સાધ્વીજી મ. ના ઉપાશ્રયે દીક્ષાર્થી બહેને ગયાં, ત્યાં પ્રતિ. કમણ કરી સંથારા–પિરસી ભણવી સૂઈ જઈ સવારે વહેલા ઉઠી શ્રી નમસ્કાર–મહામંત્રને વિશિષ્ટ-જાપ સંયમ માર્ગે સરળતાપૂર્વક પ્રયાણ થાય તે હેતુથી કર્યો, યોગ્ય સમયે રાઈ-પ્રતિકમણું કર્યું, ધર્મોપકરણોનું પડિલેહણ કર્યું. નજીકના ઘરે પરિમિત-જળથી અંગ-શુદ્ધિ કરી શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથ પ્રભુના દહેરે તથા ગેડીજીના દહેરે ભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા સ્નાત્ર પૂજા સાથે કરી પૂ. ગુરૂદેવને વાસક્ષેપ લઈ દીક્ષા માટે શ્રી સંઘે નકકી કરેલ સ્થળે શાસનપ્રભાવના પૂર્વક સમયસર ઉપસ્થિત થયાં. પૂજ્યશ્રી પણ દીક્ષા માટે ક્રિયા-મંડપમાં સમયસર હાજર થઈ ગયાં. ખૂબ જ ભાલ્લાસ ભર્યા ગગનભેદી જયનાદોના ઘેષ સાથે દીક્ષાની વિધિ શરૂ થઈ ગ્ય સમયે રજોહરણ-પ્રદાન થયું. પછી સંસારનો ભાર ઉતારવાના પ્રતીક રૂપે કાચા પાણીથી સ્નાન કરી વેષપરાવર્તન ક્રિયા થઈ. પછી પૂજ્ય શ્રી પાસે આવી બાકીની વિધિ કરી ક િમત્તે. સૂત્રો દ્વારા આખા સંસારને ત્યાગ કરવા રૂપ સર્વ—વિરતિનું પચ્ચકખાણ સ્વીકારી છેલ્લે દિગબંધ દ્વારા ચારે દીક્ષાર્થીઓને રાંસાર બિલકુલ યાદ જ ન આવે તે હેતુથી નામ પણ નવા સ્થાપ્યાં. બાદ સકળ શ્રીસંઘ સાથે ચૌગાનના શ્રી પદ્મનાભ-પ્રભુનાં દર્શન કરી ચૈત્યવંદન કરી પૂજ્યશ્રી ઉપાશ્રયે પધાર્યા. આખા ઉદયપુર શહેરમાં પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ દીક્ષાને આ પ્રસંગ જૈન-જૈનેતર સહુને ખૂબ જ પ્રેરણાદાયી નિવડેલ. પૂજ્યશ્રીએ માહ સુ. ૫ ના વિહારની તૈયારી કરી, તન-દીક્ષિતેના સંબંધીઓએ ગવહન કરાવી વડી દીક્ષા માટે વિજ્ઞપ્તિ કરી તે અંગે સ્થિરતા કરવા આગ્રહ કર્યો. પૂજ્યશ્રીએ કહ્યું કે—મહાનુભાવો ! બાપ કહતે હૈં બો ટા ! તું બમાં નથમિ રાત્રિ કે જો भरती हुए हैं ! अभी कुछ दिन इन्हें पूरी तरह से अभ्यास करने दो, वडी दीक्षा कोई मामूली चीज नहीं ! आप लोगों की निगाहमें यह छोटी दीक्षा बडे महत्वकी है। क्यों कि आप लोगोंका मोहमायाना बंधन छूटना आसान नहीं ! III . N ILE CARE 22
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy