________________
SHUTTEMRE
દીક્ષાથીના કુટુંબીઓ શ્રીસંઘના આગેવાનોને સાંજે મળ્યા અને પિતાના ઘરે આવે અવસર છે તે પૂજ્યશ્રીને જરૂર વિનંતિ કરી રેક્વા પ્રેરણા કરી સંઘના આગેવાને કહ્યું કે " सुद पाँचम के व्याख्यानमें आप विनंति करें हमभी पूज्यश्री को आग्रह करेंगे ही।"
માગશર સુ. પાંચમના વ્યાખ્યાનમાં દીક્ષાર્થીના કુટુંબીઓ અને શ્રીસંઘે ખૂબ આગ્રહ કર્યો અને સ્થિરતા માટેની જય બોલાવી દીધી.
માગશર સુદ સાતમને બપોરે ૨-૨૪ મિનિટે ધનારક-કમુરતાં બેસતાં હોઈ પ્રભુશાસનની ગરિમા અને મેહના સંસ્કારને શિથિલ બનાવવા માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી દીક્ષાર્થી બહેને પિતાના આઠ-દશ સખીમંડળ સાથે ઉદયપુર શહેરના બધા દેરાસરમાં જાત-મહેનતથી કાજો કાઢવાથી માંડી પૂજાના તમામ કાર્યો કરવા રૂપને જિન-ભક્તિ મહોત્સવ માગશર સુદ સાતમે વ્યાખ્યાનમાં જ્ઞાન-પૂજા કરી વાસક્ષેપ નંખાવી સહસ્ત્રફણા પાર્શ્વનાથના દહેરાસરથી શરૂઆત કરી.
પૂજ્યશ્રીએ-“પ્રભુ-ભક્તિમાં સ્વદ્રવ્ય અને જાત-પ્રવૃત્તિ થી પ્રવર્તમાના બળે અપૂર્વ રીતે મેહના સંસ્કારને હ્રાસ થાય છે?” એ વાત યોગ્ય રીતે સમજાવી સંઘમાંથી પણ બીજા શ્રાવકશ્રાવિકાઓને આ પ્રભુ ભક્તિના વિશિષ્ટ કાર્યમાં તન-મન-ધનથી કરણ-કરાવણ રૂપે લાભ લેવા પ્રેરણા કરી.
દીક્ષાથી–બહેનની આ પ્રવૃત્તિથી સંઘમાં અનેરી ધર્મભાવના ખીલી ઉઠી, જે મહોલ્લામાં દીક્ષાર્થી બહેન પ્રભુ ભક્તિ માટે જાય, ત્યાંના શ્રાવકે દીક્ષાર્થીનું બહુમાન કરે, પૂજામાં જોડાનારાએની ભક્તિ કરે, પોતે પણ તે પૂજાના કામમાં સક્રિયપણે જોડાય.
પરિણામે શ્રી વીતરાગ-પ્રભુની પૂજા એ શ્રાવકોનું કેવું આદર્શ ઉચ્ચ કર્તવ્ય છે? તેની અનુભૂતિ અનેકોના હૈયામાં થવા લાગી.
મૌન એકાદશીને પ્રસંગે પૂજ્યશ્રીએ દીક્ષાર્થીના પરિણામની ધારાને વધુ નિર્મળ બનાવવાના શુભ લક્ષ્યથી ન બોલવા રૂપના દ્રવ્યમૌન કરતાં પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે સંયમીજીવન જીવવા રૂપના ભાવ-મૌનની મહત્તા જણાવી બારમાસી પર્વ તરીકે મૌન એકાદશીનું મહત્ત્વ સર્વ વિરતિચારિત્રની લગભગ પ્રાપ્તિ અને નિર્મળ-આરાધનાના દષ્ટિકોણથી સમજાવી.
સુવ્રતશેઠ અને શ્રીકૃષ્ણ–વાસુદેવના દષ્ટાંતથી દ્રવ્ય-ભાવ બંને રીતે મૌન એકાદશીનું આરાધન પુણ્યશાળીએાએ કેવી રીતે કરવું ? તે અધિકાર પણ વિગતથી સમજાવ્યું.
દીક્ષાર્થી બહેને મેહના સંસ્કારે ઘટાડવા અને જીવન-શુદ્ધના પરમાર્થને પિછાણવા પ્રભુ-ભક્તિને જે કાર્યક્રમ દરેક દહેરાસરોમાં શરૂ કર્યો, તેને પૂજ્યશ્રીએ વારંવાર પ્રેત્સાહન આપી શ્રીસંઘમાં પ્રભુ-ભક્તિમાં કાળબળે આવેલ ઉપેક્ષા-શિથિલતાની વૃત્તિને હઠાવવા વાતાવરણ સજર્યું.