________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદ્વારકની શાસનસેવા ૨ પ્રશ્નોત્તરગ્રથોમાં પુનમ અમાવાસ્યા કે એકાદશીની વૃદ્ધિને વાંચીને તે ટીપે છે કેશાસ્ત્રકારોએ પર્વતિથિની વૃદ્ધિને માન્ય રાખી છે. તે તે પણ ટિપ્પનકની અજ્ઞાનતાને આભારી છે. કેમકે લકિકટીપણામાં આવેલી પર્વતિથિની વૃદ્ધિને જે શાસકાર અને શાસ્ત્રને અનુસરનારાઓ માની જ લેતા હોય તે પ્રશ્નોત્તરની જરૂર જ ન રહેતા તેમજ વૃઢ થી. એ ઉમાસ્વાતિજીના પ્રૉષથી પહેલીનું અપર્વતિથિપણું ઠરાવી બીજીને જ પર્વતિથિ તરીકે ઠરાવવાનું રહેત જ નહિ. ગ્રંથ અને શ્રી સિદ્ધચકના તેવા પ્રશ્નોત્તરે લૌકિકટિપ્પનાને અંગે છે' એમ સ્પષ્ટ છતાં તેને અવળી માન્યતામાં ખેચવા તે કેવળ શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવવાની બુદ્ધિને જ આભારી છે. ૧૫૭૧ :
૩ શ્રી હીરપ્રનમાં છઠનો પ્રશ્ન માત્ર ચૌદશ અને અમાવાસ્યાના દિવસો જ છ થાય એવા કદાગ્રહવાળાને જ આભારી છે અને તેથી જ ઉત્તરમાં નાત્ય નાસ્તિ અર્થાત તે પજુસણના છઠમાં દિવસોનું નિયમિતપણું નથી એમ જ જણાવે છે. એટલે રામટોળીવાળા તે છઠના પ્રશ્નન ઉપરથી તિથિનો ખાધાવાર આવવાને ભય ઉભું કરી જે પર્વતિથિને બેવડી માનવાની વાત ખોટી રીતે જણાવવા માગે છે તે તેમના નવા મતના કદાગ્રહને જ આભારી છે. કેમકે- ચૌદશના વાચનમાં છઠની અડચણ જ ન હતી. કેમકેતેમાં તેરસ અને ચૌદશને છઠ થઈ શકત અને અમાવાસ્યા કે પુનમની તપસ્યાને સામાન્ય નિયમ તે છે નહિ. તે ચૌદશ અમાવાસ્યાના છઠને આગ્રહ પણ ટીપનાની તિથિને અંગે હોવાથી જ પ્રશ્ન વ્યાપક બને છે ૧૫૭૨ (રામ-વિક્રમ )
સિદ્ધચક વર્ષ ૮ અંક ૧૯-૨૦ સં. ૧૯૯૬ અ શુ.૧૫ ૦)) સમાલોચના
૧ શાસ્ત્રીયપૂરાવાની ચોપડી, પ્રથમના પર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વતિથિનો અને દ્વિતીય પર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વતરતિથિની ક્ષયવૃદ્ધિ અસલપણે હતી અને તે જ વર્તમાનમાં
કથીરશાસનપક્ષ શિવાયને શ્રી સંઘ કરે છે, એટલું જ જણાવવા છપાવવામાં આવી હતી. છે અને તે શ્રી સિદ્ધચક્ર સાથે પણ જોડાયેલ જ છે. છતાંએ પુરાવાથી અલગપણું જે જણાવવામાં આવે છે તે માયામૃષાવાદ જ છે ૧૫૭૩
૨ અશુદ્ધિ અને સમાલોચનાનું પ્રમાજન નહિ કરવામાં જે કારણ હતું તે પણ તેમાં સ્પષ્ટ જણાવેલ જ છે. કે કૃત્રિમતાની વાચકને શંકા ન થાય તે માટે કરવામાં આવ્યું નથી. છતાં જેણે બરોબર વાંચા વિચાર્યા વિના લખવું છે તેને કથીર શાસન કેમ કહેવાય નહિ ? ૧૫૭૪
૩ પૂર્વ અને પૂર્વતરતિથિની ક્ષયવૃદ્ધિની પરંપરા છે અને શાસ્ત્રીયપાઠ પણ છે એમ તે કથીર શાસન પણ કબુલ કરે છે અને એ શ્રીસંઘને માટે અનુમોદનીય છે. ૧૫૭૫