________________
બીજાગણના ધાતુકોશ
. ૨૯૭ અથડાવવું, અફળાવવું. ૩. માર મારવો. ૪ પીડવું. સવ+દન ૧. પ્રહાર કરવો. ૨. ખાંડવું. ૩. અનાજ વગેરે ઝાટકવું. મા+હન ૧. માર મારવો. ૨. ઉચકવું, ઉપાડવું. ૩. પડઘમ વગેરે વાજિંત્ર ઠોકીને વગાડવું. મા+હમ્ (આ.પ. નાતે) ૧. પોતાના શરીરના અવયવને આઘાત કરવો, પ્રહાર કરવો ૨. માર મારવો.
ન ૧. ઉંચકવું, ઉપાડવું ૨. ઉચે જવું ૩. ઉંચે ફેંકવું, ઉછાળવું ૪. ઉંચુ કરીને હણવું ૫. ગર્વ કરવો ૬. શંખ વગેરે ફૂંકવું. ૩૫+૬ ૧. માર મારવો ૨. સતાવવું, પજવવું ૩. આઘાત પહોંચાડવો ૪. વિનાશ કરવો. ૩પો+હન પ્રારંભ કરવો, શરૂઆત કરવી નિ+નું સ્વરને બીજા સ્વર સાથે અથડાવીને ઉદાત્ત ઉંચો સ્વર કરવો. ૨. નિષ્ફળ કરવું, નિરર્થક કરી નાંખવું ૩. રોગ વગેરે મટાડવું ૪. પડઘમ વગેરે વગાડવું ૫. જાણવું ૬. ફેંકવું ૭.ભૂલી જવું ૮. બેદરકારી રાખવી ૯. નિર્મૂળ નાશ કરવો ૧૦. મારી નાંખવું ૧૧. મારા મારવો. નિર્દન ૧. વજાદિનો મોટો અવાજ થવો. ૨. મેઘનો કડાકો થવો. ૩. મારી નાંખવું. પરી+હન ૧. રોકવું ૨. અટકાવવું ૩. હાંકી કાઢવું ૪. હુમલો કરવો ૫. માર મારવો. પ્ર+દન ૧. પડઘમ વગેરે વગાડવું ૨. ઉપર રાખવું ૩. માર મારવો ૪. મારી નાખવું. પ્રતિ+હન ૧. સામું મારવું. ૨. સામાપક્ષનું ખંડન કરવું. ૩. સામુ થવું, સામનો કરવો. ૪. હાંકી કાઢવું. ૫. દૂર કરવું. ૬. રોકવું, અટકાવવું. વિ+દન ૧. પ્રહાર કરવો, માર મારવો ૨. વિદ્ધ કરવું, અડચણ કરવી ૩. અટકાવવું ૪. મારી નાંખવું પ. નષ્ટ કરવું, વિનાશ કરવો ૬ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો. વ્યતિ+હન ૧. પરસ્પર માર મારવો, સામ સામો પ્રહાર કરવો ૨. પરસ્પર હણવું, સામ સામું મારી નાંખવું. વ્યા+દન ૧. અડચણ કરવી, વિન કરવું. ૨. રોકવું, અટકાવવું ૩. પરસ્પર વિરોધ કરવો ૪. માર મારવો, પ્રહાર કરવો. સમૂહમ્ ૧. એકઠું થવું, સમુદાયરૂપે મળવું ૨. એકઠું કરવું ૩. મળી જવું, મેળાપ કરવો ૪. સમૂહરૂપે હણવું ૫. મારી નાંખવું સમુહંન્ સમુઘાત કરવો, આત્મપ્રદેશોને બહાર કાઢી તેઓથી કર્મનિર્જરા કરવી.