________________
'
*'
'
શ્રી મુંબઈ મહાનગરમાં જિનાલયો, જ
શિ ઉપાશ્રયો, ધર્મ શાળા, ભોજનશાળા, @
આયંબિલભવન વગેરે ધર્મસ્થાનોનો પાર નથી. ચિક્કાર શ્રુતતીર્થનો રે સંખ્યામાં ધર્મસ્થાનો વૃદ્ધિ પામતાં જ રહે છે...કિંતુ, એક . પરિચય ખામી અત્યાર સુધી મુંબઈમાં હતી. તે ખામી.પ.પૂ. હર તવપ્રવચનપ્રજ્ઞા આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય
રત્નચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને ખૂંચી. અને સર્જન થયું મુંબઈની સર્વપ્રથમ શ્રમણશ્રમણી તથા ચતુર્વિધ સંઘના શ્રુતાભ્યાસ માટે, “આચાર્ય રામસૂરીશ્વરજીડહેલાવાળા તત્ત્વજ્ઞાન સંસ્કૃત પાઠશાળા' નું ! ' પ.પૂ. તપાગચ્છાધિરાજા આચાર્ય ભગવાન્ શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી 'મહારાજા (ડહેલાવાળા) ની અંતિમ આજ્ઞા પામીને પૂ. વર્તમાન ગચ્છાધિપતિ
આ.ભ. શ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી મહારાજના શુભાશિષ પામીને તેઓશ્રીના શિષ્યરત્નપૂ.આ.ભ.શ્રી ભારત્નચન્દ્રસૂરિ મહારાજ મુંબઈના તાજ ગોડીજી દાદાના દરબારે સં. ૨૦૬૧ ના ચાતુર્માસાર્થે પધાર્યા. દરમિયાન પૂ. તપાગચ્છાધિરાજ શ્રીજીની છમાસિક પુણ્યતિથિની ઉજવણીના અવસરે (ભાદરવા વદ-૯મા દિવસે) પૂ. આચાર્યદેવશ્રીએ સમસ્ત મુંબઈના સંઘોની સમક્ષ ડહેલાવાળા પૂજ્યશ્રીના સ્વાધ્યાય પ્રેમની સ્થાયી સ્મૃતિ નિમિત્તે પાઠશાળાના શુભારંભની ટહેલ નાંખી અને... ગોડીજી સંઘ તેમજ મુંબઈના મોટાભાગના સંઘોએ - ગુરુભક્ત શ્રાવકોએ ટહેલ ઝીલી લીધી - અને આજે ત્રણ વર્ષના અંતે પણ મુંબઈ નગરમાં આ પાઠશાળા જ્ઞાન ભંડાર તપાગચ્છાધિરાજ શ્રીની સ્મૃતિને સતેજ કરતી શ્રુત-અધ્યયનના ગાન ગાતી અવિરત ચાલુ રહી છે.
પં. શ્રી વસંતભાઈ નરોત્તમદાસ (ભાભરવાળા) જેવા વિદ્વાન પુરૂષ પાઠશાળામાં અધ્યયન કરાવી રહ્યાં છે. સેંકડો સંયમી ભગવંતો - મુમુક્ષુઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓમૃતાભ્યાસ કરી રહ્યાં છે. આચાર્ય રામસૂરીશ્વરજી ડહેલાવાળા તરવજ્ઞાન સંસ્કૃત પાઠશાળા' શાહ ભુવન, કાર્ટર રોડ નં. ૧, શ્રી ધર્મનાથ દેરાસરની સામે,
બોરીવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૬.
- ટ્રસ્ટીગણ: શ્રી ઘીસુલાલજી છાજેડ - બોરીવલી - ૯૮૨૧૧૭૨૬૦૩ ન શ્રી ઉમેદમલજી બી. જૈન - ખાર - ૨૬૪૯૭૬૪૭, ૨૨૪૦૧૪૮૪
શ્રી અરવિંદભાઈ શાહ - ગોરેગાંવ - ૨૮૭૮૦૫૬૨