________________
ચિત્ર-પરિચય : ગાગર સમાન પુસ્તકમાં
સંગ્રહ કરેલ સર્વ પ્રક્રિયાને જો કંઠસ્થ કરી હૃદયસ્થ કરવામાં આવે તો તમામ અભ્યાસુ વર્ગ સંસ્કૃત ભાષામાં સાગર જેવા સમર્થ થઈ શકે અને તેના દ્વારા સાહિત્ય વાંચનમાં એકાગ્રતા આવે.
ઉપકાર સ્મૃતિ : છેલ્લા વીસ વર્ષથી આ. વિ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાન શાળામાં સંસ્કૃત પ્રાકૃત ભાષાનો અભ્યાસ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતને કરાવતા સંસ્કૃત ભાષામાં તૈયાર
થવાની તક મળી.
પાયાના ચણતર સ્વરૂપે શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા જેના સંસ્કારો જીવન ઘડતરમાં ખુબ જ ઉપકારક નીવડેલ છે.
પૂજ્ય સાધ્વીજી મ.સા. તથા ચિ. હાર્દિકે આ તમામ સાહિત્યનો સંગ્રહ કરેલ જે આ પુસ્તક રૂપે પ્રકાશિત થયો અને સર્વને ઉપકારક બન્યો.
સ્નેહવૃષ્ટિકર્તા : વડીલબંધુ શ્રી ચન્દ્રકાન્તભાઈ સંઘવી (પાટણ) તથા ધર્મબંધુ શ્રી રાજુભાઈ સંઘવી (નવા ડીસા) જેઓએ આ પુસ્તકમાં ઘણા સુધારા-વધારા કરી માર્ગદર્શન આપેલ તે બદલ તેઓશ્રીનો હું આભાર માનું છું.
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજાને વાત કરતા તેઓશ્રી જણાવેલ કે દાદાગુરુદેવની ઈચ્છાપૂર્તિ માટેનું તથા તેઓશ્રીની ભાવના સાકાર થાય તેવું કોઈપણ કાર્ય હોય તો અમારા સંપૂર્ણ આશીર્વાદ છે. આમ તેઓશ્રીએ હૈમસંસ્કૃત ધાતુરૂપાવલી ભાગ-૩ પ્રકાશિત કરાવી પ.પૂ. આચાર્યદેવ શ્રી રામસૂરીશ્વરજી મહારાજાને જ્ઞાનપ્રવૃત્તિ વિકાસરૂપ સાચી ભાવાંજલિ અર્પણ કરેલ છે. આર્થિક સહયોગ પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી મળેલ છે.
ભરત ગ્રાફિક્સવાળા શ્રી ભરતભાઈએ આ પુસ્તક વધુ વ્યવસ્થિત બને તે માટે અનન્ય સાથ-સહકાર આપેલ છે.
૩, શાંતિ એપાર્ટમેન્ટ, કીર્તિ સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. ફોન : ૨૭૫૦૫૨૯૧
લિ. દિનેશચંદ્ર કાંતિલાલ મહેતા (ધાર્મિક અધ્યાપક)