________________
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
(૧૧૪) ધૂમ્ (૧ ૫. સે) ૧-તપવું, ગરમ થવું, ઊનું થવું, ૨તપાવવું, ગરમ કરવું, ૩-સંતપ્ત થવું, સંતાપ પામવો, ૪-સંતાપ પમાડવો, ૫-ગુસ્સે કરવું.
૨૭૮
(૧૧૫) ધ્મા (૧ ૫. અનિ) ૧-ભૂંગળી વગેરેથી ફૂંકીને અગ્નિ પ્રદીપ્ત કરવો, ૨-ધમવું, ધમણ વગેરેથી ધમીને અગ્નિ પ્રદીપ્ત ક૨વો, ૩મુખથી ફૂંકીને વાંસળી, શંખ વગેરે વાજિંત્ર વગાડવું. ૩+ઘ્ના જોરથી ધમવું, જોરથી ધમણ ચલાવવી. વિ+ઘ્ન બુઝાઈ જવું, ઓલવાઈ જવું.
(૧૧૬) પણ્ (૧ આ. સે) ૧-ધંધો-રોજગાર કરવો, ખરીદવેચાણ કરવું, ૨-લેવડ-દેવડ કરવી, ૩-વેચવા-ખરીદવાનું સાટું કરવું, કરા૨ ક૨વો, ૪-હોડ બકવી, શરત મારવી, ૫-સટ્ટો ક૨વો, ૬-જુગાર રમવો. (પળાતિ) ૧-સ્તુતિ કરવી, સ્તવના કરવી, ૨-પ્રશંસા કરવી, વખાણવું, ૩-ધંધો-રોજગાર કરવો, ખરીદ-વેચાણ કરવું, ૪-લેવડ-દેવડ કરવી, પ-વેચવા-ખરીદવાનું સાટું કરવું, કરાર કરવો, ૬-હોડ બકવી, શરત મારવી, ૭-સટ્ટો ક૨વો, ૮-જુગાર રમવો.
(૧૧૭) પન્ (૧ આ. સે) ૧-ધંધો-રોજગાર, ખરીદ-વેચાણ કરવું, ૨-લેવડ-દેવડ કરવી, ૩-વેચવા-ખરીદવાનું સાટુ કરવું, કરાર કરવો, ૪હોડ બકવી, શરત મારવી, ૫-સટ્ટો કરવો, ૬-જુગાર રમવો, ૭-ખુશી થવું, પ્રસન્ન થવું. (પનાતિ) ૧. સ્તુતિ કરવી, સ્તવના કરવી, ૨-પ્રશંસા કરવી, વખાણવું.
(૧૧૮) મ્ના (૧ ૫. અનિ) ૧-મનન કરવું, ૨-વિચારવું, ચિંતન કરવું, ૩-ગોખીને યાદ કરવું, ૪-ભણવું, અભ્યાસ કરવો. આ+ના પરંપરા મુજબ વર્તવું, આચરવું. સમા+ના ૧-૫રં૫રા મુજબ વર્તવું, આચરવું, ૨પ્રાચીન શાસ્ત્રોને આધારે બોલવું, ૩-પરંપરાથી ચાલતા રિવાજ મુજબ માનવું, ૪-પરંપરાથી ચાલતી રીત પ્રમાણે પઠન કરવું, અભ્યાસ કરવો, પ-નિયમ કરવો, ૬-અમલ કરવો, હુકમ મુજબ વર્તવું.