________________
૨૭૦
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
થવું, ૧૬-નષ્ટ કરવું. અવ+સન્ ૧-૫ડી જવું, ૨-પરાભવ પામવો, પરાજિત થવું, ૩-અશક્ત થવું, ૪-નિરાશ થવું, ખિન્ન થવું, પ-દુ:ખી હોવું, ૬નષ્ટ થવું, ૭-પુરૂ કરવું, સમાપ્ત કરવું. આ+સદ્ ૧-બેસવું, ૨-પાસે જવું, ૩–સામે જવું, ૪-પ્રાપ્ત થવું, પ-મૂકવું, ૬-ખિન્ન થવું, નિરાશ થયું. ૐ+સદ્ ૧-ઊપર ચડવું, ૨-પડી જવું, ૩-ઉખડી પડવું, ૪-પાયમાલ થવું, ૫-નષ્ટ થવું, ૬-નષ્ટ કરવું, છ-છોડી દેવું. પ+સદ્ ૧-પાસે જવું, ૨-પાસે બેસવું, ૩-સેવા કરવી, ભક્તિ કરવી, ૪-પૂજવું. નિ+સ ્ ૧-બેસવું, ૨સૂવું, શયન કરવું, ૩-પાલન કરવું, સંભાળવું, ૪-દુ:ખી હોવું, ૫-ઊભા રહેવું. પ્ર+સ ્ ૧-પ્રસન્ન થવું, ખુશી થવું, ર-મંદ હાસ્ય કરવું, ૩મહેરબાની કરવી, ૪-અનુકૂળ થવું, પ-સફળ થવું, ૬-અભ્યુદય થવો, ઉન્નતિ થવી, ૭-શાંત થવું, ઠંડુ પડવું, ૮-સ્વચ્છ થવું, ૯-વિકસિત થવું, ખીલવું, ૧૦-પ્રસન્ન કરવું, ખુશ કરવું, ૧૧-સ્વચ્છ કરવું. વિ+સદ્ ૧વિષાદ કરવો, ખેદ કરવો, ૨-નિરાશ થવું ૩-નિમગ્ન થવું, ડૂબવું. સ+સર્ ૧-પ્રાપ્ત થવું, મળવું, ૨-મંડળીમાં રહેવું, સમુદાયમાં રહેવું. સમા+સત્ ૧પ્રાપ્ત થવું, મળવું, ૨-પ્રાપ્ત કરવું, મેળવવું (ષર્, T).
(૭૮) હઁસ્ (૧ ૫. સે) ૧-હસવું, દાંત કાઢવા, ૨-સ્મિત કરવું, મંદ હાસ્ય કરવું, ૩-હાંસી કરવી, મશ્કરી કરવી ૪-ગમ્મત-વિનોદ ખાતર બોલવું, પ-હસી કાઢવું, ૬-વિકસિત થવું, પ્રફુલ્લિત થવું, ખીલવું, ૭શોભવું, ૮-ચળકવું, ચમકવું, ૯-ઊઘડવું, ઊઘાડ થવો, ખૂલવું, ૧૦-સરખું હોવું, સમાન હોવું, મળતું આવવું, ૧૧-ચડિયાતુ હોવું. અવ+હસ્, અવ+હસ્ ૧-ખડખડાટ હસવું, મોટેથી હસવું, ૨-હસી કાઢવું, ૩-મશ્કરી કરવી, ૪તુચ્છકારવું, તિરસ્કારવું. ૩૫+હસ્ ૧-મશ્કરી કરવી, ૨-હસી કાઢવું. પરિ+હસ્ ૧-ઠઠ્ઠા મશ્કરી કરવી, ૨-હસી કાઢવું, ૩-મશ્કરીમાં હસવું. પ્ર+હસ્ ૧ખડખડાટ હસવું, મોટેથી હસવું, ૨-મશ્કરીમાં હસવું, ૩-મશ્કરી કરવી. વિ+હસ્ ૧-સ્મિત કરવું, મંદ હાસ્ય કરવું, ૨-હસી કાઢવું, ૩-મશ્કરીમાં હસવું, ૪-મશ્કરી કરવી (T).