________________
૩૫૬
શ્રમણ ભગવાન મહાવીર
દ્રોમાં માત્ર પશુ-પક્ષી વગેરે તિર્યચેનું જ સ્થાન છે. કોઈ લબ્ધિવંત મનુષ્યનું લબ્ધિના પ્રભાવે અથવા દૈવિક શકિતની મદદથી આ અસંખ્ય દ્વીપ સમુદ્રો પપૈકી અમુક અમુક દ્વીપ-સમુદ્રમાં ગમન-આગમન હેઈ શકે છે. પરંતુ મનુષ્યના જન્મ-મરણને તે સર્વથા અભાવ જ હોય છે. પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં જ તીર્થકરને સદ્ભાવ
અઢીદ્વિીપમાં મનુષ્યની ઉત્પત્તિ માટે મુખ્યત્વે પંદર કર્મભૂમિ, ત્રીશ અકર્મભૂમિ અને છપ્પન અન્તદ્વપ એમ કુલ એકસેએક (૧૦૧) ક્ષેત્ર છે, પરંતુ તીર્થંકર ભગવંતને જન્મ અને ધર્મશાસનનું અસ્તિત્વ તે પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં જ હોઈ શકે છે. પંદર કર્મભૂમિના ક્ષેત્રો પોકી પાંચ મહાવિદેહના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાળે એકસો સાઠ તીર્થ કરો હોય છે. અને જઘન્ય કાળે કુલ વીશ તીર્થ કરો હેય છે. વર્તમાનમાં પણ પાંચ મહાવિદેહમાં ભગવાન સીમંધરસ્વામી વગેરે કુલ વીશ તીર્થકરે જુદાં જુદાં સ્થળોમાં (વિજયમાં વિદ્યમાન છે; અને જનગામિની અમૃતમય ધર્મદેશના દ્વારા અસંખ્ય આત્માઓને કલ્યાણમાર્ગને ઉપદેશ આપી રહ્યા છે. પાંચ ભરત અને પાંચ ઐરત ક્ષેત્રમાં અમુક કાળે જ અનંત ઉપકારી તીર્થકર ભગવંત અને એમનું ધર્મશાસન વિદ્યમાન હોય છે.
એક સાથે તીર્થકરોના દશ કલ્યાણકે જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં જે અવસરે તીર્થકર ભગવં. તનો જન્મ થાય છે તે જ અવસરે ધાતકીખંડ અને