________________
૩૪૧
ગર્ભાવસ્થા છતાં માતા-પુત્રને પીડાને અભાવ લેશ પણ પીડા થતી નથી સામાન્ય રીતે કેઈપણ વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિને ભગવટો ચાલુ હોય ત્યારે એ પુણ્ય પ્રકૃતિના ફળ સ્વરૂપે જેમ તે પુણવંત વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ અને આનંદને અનુભવ હોય છે. તે પછી જગતના સર્વ જીવો માટે પરાકાષ્ઠાની મૈત્રી ભાવનાના કારણે જેને આગલા ત્રીજા ભવમાં નિકાચિતપણે બંધ થયે હેય એવા તીર્થકરનામકર્મનો પ્રદેશદય પણ શરૂ થાય એટલે માતા પુત્રને સર્વ પ્રકારે સુખશાંતિ હોય અને જન્મ પ્રસંગે સાતેય ગ્રહ ઉચ્ચ સ્થાને હાજર થઈ ગયા હોય એમાં શું આશ્ચર્ય છે ? દ્રવ્યતીર્થકરપણુમાં તીર્થંકર નામકર્મનો પ્રદેશદય
તીર્થકરભગવંતને આત્મા તીર્થંકરના ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવમાં તીર્થકરનામકર્મ નિકાચિતપણે જ્યારથી બંધ કરે છે ત્યારથી એ તીર્થંકર પરમાત્માને આત્મા દ્રવ્યનિક્ષેપની અપેક્ષાએ પૂજનીય બને છે. ભાવતીર્થકરપણું તે તીર્થકરના ભવમાં જ્યારે કેવલજ્ઞાન-કેવલ દર્શન પ્રગટ થાય ત્યારથી ગણવામાં આવે છે. જ્યાં સુધી કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી તે પરમાત્માને આત્મા દ્રવ્યતીર્થકર તરીકે ગણાય છે. જ્યાં સુધી દ્રવ્યતીર્થ કરપણું હોય ત્યાં સુધી તીર્થંકર નામકર્મને વિપાકેદય નથી હોતો. પરંતુ પ્રદેશદય હોય છે. તીર્થકરના ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવામાં જયારથી તીર્થકરનામકર્મને નિકાચિત બંધ થાય ત્યારથી એ પરમાત્મા ભલે