________________
૩૩૨
શ્રમણ ભગવાન મહાવીર
ત્રિશલામાતાને વિકપની પરંપરા વિશ્વનાં સર્વ જીવાત્માઓ માટે દ્રવ્યદયા અને ભાવદયાનાં સાક્ષાત મૂર્તિમાન પુંજ સમા પરમાત્મા ગૃહસ્થાશ્રમની અપક્ષાએ પરમ ઉપકારિણી માતાની અનુકંપા માટે ઉપર જણ
વ્યા પ્રમાણે ગર્ભાશયમાં સ્થિર રહ્યા. પણ માતા માટે સારું કરવા જતાં પરિણામ વિપરીત આવ્યું. અત્યાર સુધી શરી રના ધર્મ પ્રમાણે ગર્ભાશયમાં ઓછા વધુ પ્રમાણમાં પણ ગર્ભનું હલન ચલન ચાલુ હતું. એ બંધ થયા બાદ અલ્પ સમયમાં ત્રિશલામાતાના ચિત્તમાં બીજા વિકલ્પોની પર પરા શરૂ થઈ “અત્યાર સુધી મારાં ગર્ભનું હલન-ચલન કંપન વગેરે ચાલુ હતું, હવે એ હલન-ચલન બંધ છે. તે મારો ગર્ભ શું ગળી ગયે હશે ? મારાં ગર્ભને શું કેઈ નુકશાન પહોંચ્યું હશે ? અને એ પ્રમાણે બનેલ હોય તે આ વિશ્વમાં મારા જે નિપુણ્યક બીજે કયે આત્મા હોઈ શકે !”
પિતાના સંતાન માટે માતાનું વાત્સલ્ય
માતાના હૈયામાં પિતાના સંતાન માટે જે વાત્સલ્યને અખલિત પ્રવાહ વિદ્યમાન હોય છે તે વાત્સલ્ય પ્રવાહની (એક પરમાત્મા તીર્થંકરદેવ અથવા ધર્મગુરુ સિવાય) કેઈની સાથે સરખામણ થવી શક્ય નથી. ભલે પછી સંતાન ગર્ભાશયમાં હોય કે જન્મ પામેલ હોય, પુત્ર હોય કે પુત્રી હેય, શરીર સર્વાંગસુંદર હોય કે ખેડખાંપણવાળું હોય, પરંતુ માતાના હૈયાનું હેત પિતાના સંતાન માટે અજબ