________________
૩૦૨,
શ્રમણ ભગવાન મહાવીર
ના કારણે કર્મસત્તાના સામાન્ય નિયમનું અતિક્રમણ થાય, તેવું વિશિષ્ટ અશુભ કર્મ તે જીવ બાંધે છે. અને એ વિશિઆ કર્મને ભેગવટે ચાલું સામાન્ય ભેગવટાથી જુદી જ રીતે ભગવાય છે. એ ભેગવટાના પ્રસંગે સામાન્ય જનતાને અતિ આશ્ચર્યકારક લાગે એટલે તેને “અરરા” તરીકે ગણુવામાં આવે છે. આવા અચ્છેરાએ વારંવાર નથી બનતા પણ અસંખ્ય કિંવા અનંતકાળ દરમિયાન કેઈવાર
#ગવાન્ મહાવીર માટે આ પ્રસંગ આવવાનું
કારણ જેનશાસનમાં ભગવાન મહાવીરના આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિની અપેક્ષાએ સ્થૂલ ભવોની સંખ્યા સત્તાવીશ હોવાનું સુપ્રસિદ્ધ છે. આ સત્તાવીશ ભ પૈકી ત્રીજે ભવ મરિચિને હતે. મરિચિકુમાર ભરત ચક્રવર્તીના પુત્ર અને પ્રથમ તીર્થકર ભગવાન શ્રેષભદેવના પૌત્ર હતા, યોવનનાં પ્રારંભકાળમાં જ ભગવંતની ધર્મદેશના શ્રવણ કરવાથી ૌરાગ્ય વાસિત બની મરિચિ રાજકુમારે ભગવંતની પાસે સંયમને સ્વીકાર કર્યો. જ્ઞાન-ધ્યાન સાથે ઉગ્ર તપશ્ચર્યા વડે સંયમી જીવનમાં મરિચિમુનિ ઘણું આગળ વધ્યા. આચારાંગ વગેરે અગ્યાર અંગ-આગમ શાસ્ત્રના પારંગત થયા. આટલી ઉચ્ચકક્ષાએ પહોંચવા પછી તપસ્યાના પારણા માટે શ્રીષ્મઋતુના પ્રચંડ તાપમાં મધ્યાહ્ન સમયે એકવાર ગોચર માટે નીકળ્યા બાદ ઊષ્ણ પરિસહ કાયાની માયા ઉભી કરી.