________________
૨૮૨
શ્રમણ ભગવાન મહાવીર
કર્મને સંક્રમ અને સકામ નિર્જરા કેઈપણ શુભ-અશુભકર્મને બંધ કરનાર જેમ આત્મા છે. તેજ પ્રમાણે બંધાયેલા એ શુભ-અશુભકર્મને ભેગવટ કરનાર પણ આત્મા જ છે, પરંતુ શુભ અશુભ કર્મને બંધ થયા બાદ જ્યાં સુધી ભેગવટાની શરૂઆત ન થઈ હોય તે દરમિયાન કર્મને બંધ કરનાર આત્માના શુભ-અશુભ અધ્યવસાયે વડે પૂર્વબદ્ધ કર્મનાં, શાસ્ત્રના નિયમ પ્રમાણે, અનેક પ્રકારના પલટા આવે છે અને એ કારણે પૂર્વબદ્ધકર્મ જે સ્વરૂપે બાંધ્યું હોય તેમાં પ્રકૃતિ-સ્થિતિ-રસની અપક્ષાએ પરિવર્તન થાય છે. જૈનદર્શનમાં એને કર્મનો સંક્રમ કહેવામાં આવે છે. અને અત્યંત વિશુદ્ધ પરિણામ પ્રગટ થાય તે, પૂર્વબદ્ધકર્મને કેઈપણ પ્રકારે ભેગવટે થયા સિવાય આત્મપ્રદેશથી તે કર્મ છૂટું પડી જાય છે. આ પ્રક્રિયાને જૈનશાસનમાં સકામનિર્જરાના નામે સંબોધવામાં આવે છે. સૌધર્મેન્દ્રની ચ્યવન કલ્યાણક પ્રસંગે સ્તુતિ-સ્તવના
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ પ્રાણત” નામના દશમાં દેવલોકમાંથી રવી, જે ક્ષણે માતાદેવાનંદાની કુક્ષિમાં ગર્ભ પણે અવતર્યા, તે ક્ષણે જેમ માતાને ચૌદ મહાસ્વપ્નનાં દર્શન થયાં, તે જ પ્રમાણે તે સમયે વૈમાનિકનિકાયના સૌધર્મદેવલેના સ્વામી શકેન્દ્રનું સિંહાસન પણ ચલિત થયું. એટલે એ સૌધર્મેન્દ્ર તુરત અવધિજ્ઞાનને ઉપગ મૂકો. એ ઉપગ વડે વીસમા તીર્થંકર ભગવાન મહાવીરપ્રભુનું દેવાનંદા માતાની કુક્ષિમાં અવતરણ થયાનું એમને