________________
૨૫૮
શ્રમણ ભગવાન મહાવીર
ર્થનું એક અનોખી શૈલી અને અનોખા તાત્વિક ભાવો સાથેનું એક સુંદર વિવેચન સમાજને સાંપડ્યું હોત !
પ્રાસંગિક એકવાત લખવાની લાલચને રોકી શકતો નથી. રાજકેટમાં તેઓથી બપોરના ચારથી પાંચના ટાઈને પ્રાયઃ તત્વાર્થની વાચના આપતા હતા, વાચનામાં લગભગ તત્ત્વજ્ઞાનના જાણકારો, અભ્યાસીઓ, વકીલો અને શિક્ષિત આવતા હતા. એમાં જાણીતા શ્રી રામજી માણેકચંદ દોશી કાનજી સ્વામીના પરમ ભકત પ્રધાન શ્રોતા હતા. એમને ખૂબ જ ચીવટ પૂર્વક પ્રશ્નોત્તરી સાથે તત્ત્વાર્થ સત્રનું પૂરું વાંચન કર્યું. ૬ મહિના સુધીમાં પૂજ્યશ્રીને જ્ઞાનદાન કરવાનો ભાવ એવો કે ઉત્કટ કે રામજીભાઇ ને વકીલાતના ધંધાને અંગે ક્યારેક બહારગામ જવાનું હોય ત્યારે તેઓ એકપણ દિવસ પાઠ વિના ન જવો જોઈએ એવી રામજીભાઈની ઉત્કટ ધગશ, પૂજ્યશ્રીજીની સમજાવવાની શૈલી અને એમના ઊંડા તત્ર ક્ષયોપશમ પ્રત્યે ઊંડે આદર એટલે વળી રામજીભાઈ વહેલી સવારે પાઠ લેવા આવે. પૂજ્ય ગુરુદેવ સવારે પડિલેહણ કરી તૈયાર થઈ જાય અને વાચના આપે. રામજીભાઈ પણ સવારના ૬-૬ વાગે પણ આવી જાય પૂજ્યગુરુજી તે સવારને પિતાને કાર્યક્રમ સમાપ્ત કરી તૈયાર થઈ જતા. જ્ઞાનના ખપી ઉદાર આ જ્ઞાનદાતા ગુરુ, એમને તીવ્ર સાનપિપાસુ અભ્યાસી મળે પછી શું પૂછવાનું એટલે અખંડ અધ્યયન થવા પામ્યું.
પ્રસ્તુત ૨૭મા ભવના લેખન બાબતની જ્ઞાનવ્ય વિગત રજૂ કરવા સાથે પ્રસંગવશ પૂજ્યશ્રી અંગેના થોડા સંભારણા રજૂ કર્યા.
હવે ૨૭ મા ભવનું વાચન શરૂ કરે :–