________________
૨૭ મો ભવ શરૂ થતાં પહેલાં મારો ડેક ખુલાસે
લે. આચાર્ય યશોદેવ સૂરિ (ર૦૪, પાલીતાણા).
અહીંથી ભગવાન શ્રી મહાવીરના ૨૭મા એટલે કે અન્તિમ ભવનું વર્ણન શરૂ થાય છે. આ પુસ્તકની ત્રણ આવૃત્તિ ગુજરાતી અને હિન્દી મુદ્રિત થઈ પણ તે વખતે તેમાં માત્ર ૨૬ ભવ સુધીનું
જ વર્ણન સમાવેશ કરાયું હતું. તેનું કારણ એ કે જૈન કોન્ફરન્સ તરફથી નીકળતા જેનયુગ માસિકની ફાઈલે ભેગી કરી ઉતારવાનું હતું. આને લીધે તત્કાલ સક્રિય ધ્યાન આપી શકાયું નહિ, પણ ત્યાર પછી પૂરતું ધ્યાન આપીને તેની પ્રેસ કેપી તૈયાર કરાવી દીધી એટલે શરુ કરેલા ઉભા ભવનું ઉપલબ્ધ વિવેચન અહીં પ્રગટ કરી શકાયું છે. આથી વાંચકોને પૂજ્યપાદશીની વિશિષ્ટ કલમ, ધીર ગંભીર, શૈલી, અને તત્ત્વજ્ઞાનથી પુટિત સમજણ, કાર્ય-કારણ ભાવો સાથે જીવન પ્રસંગોને મૂલવીને સમજાવવાની એમની એક વિશિષ્ટ શૈલીને વધુ લાભ વાંચકોને મળશે. પણ ભારે કમનશીબી એ કે ૨૭ મા ભવની પ્રારંભિક ઘટનાઓ સુધી જ એમની કલમ ચાલી હતી. જે આખું ચરિત્ર લખાયું હોત તે આજ સુધીમાં પ્રસિદ્ધ થએલાં ગુજરાતીહિન્દી ચરિત્રોમાં તત્ત્વજ્ઞાનના આપેલા પુરના કારણે મૂર્ધન્ય કોટિનું
સ્થાન પામ્યું હેત ! અહીં સ્વાભાવિક રીતે જ પૂછવાનું મન થાય કે, તો તે અધૂરું કેમ રહી ગયું ? એ પ્રશ્નનો જવાબ એ છે કે, જેટલું લખાઈ શકાયું તે પણ તેઓશ્રીની અન્ય જવાબદારીઓ અને વ્યવસાય જોતાં કદી કરી શક્ત નહિ, મારી ઈચ્છા તે એમના હાથે ઘણું ઘણું લખાવવાની હતી, સૂચના પણ કરતો પણ એઓશ્રીની પરિસ્થિતિ જ એવી હતી કે વધુ દબાણ થાય તેમ ન હતું. વધુ દબાણ કરવા માટે એમના પ્રત્યેના અનુરાગ સહિતની મારી વિનય