________________
૧૮૨
શ્રમણ ભગવાન મહાવીર
પૂર્વક આયુષ્ય પૂર્ણ થયા બાદ ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થયા.
પાંચમા ચકી શાંતિનાથ પ્રભુ, છઠ્ઠા ચકવતી કુંથુનાથ ભગવાન અને સાતમા ચકવતી અરનાથ પ્રભુ આ ત્રણેય તીર્થકરે તીર્થકર પણ હતા અને ગૃહસ્થાશ્રમમાં ચક્રવર્તી પણ હતા. એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી બને પદવીઓ તેમને પ્રાપ્ત થઈ હતી અને ત્રણે ય તીર્થંકરચક્રવર્તીઓ મેક્ષે ગયા છે. આઠમા ચક્રવતી સુભૂમ. અઢારમા અને ઓગણીસમા તીર્થંકરના આંતર સમયમાં થયા છે. અર્થાત્ અઢારમા અરનાથ પ્રભુના નિર્વાણ પછી તેમના શાસનની હયાતીમાં સુભૂમ ચક્રવત થયા છે. પણ પાપાનુબંધિ પદયના કારણે શાસનની આરાધના કરી શક્યા નથી અને આરંભ-પરિગ્રહની બહુલતાના કારણે સાતમે ખંડ સાધવા જતાં સાતમી નરકમાં પહોંચ્યા છે.
નવમા શ્રી પદ્મ ચક્રવર્તી, દશમા શ્રી હરિષણ ચકવતી આ બને ચક્રવતીએ વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામીના નિર્વાણ પછી તેમના શાસનમાં ઉત્પન્ન થયા છે અને સંયમ ગ્રહણ કરવા સાથે ત્રિકરણગે શાસનની આરાધના કરી સકલ કર્મને ક્ષય કરી મુકિતપદને પામ્યા છે.
અગીયારમાં શ્રી જય નામના ચકવતી એકત્રીશમા શ્રી નમિનાથ પ્રભુના શાસનમાં ઉત્પન્ન થયા છે અને એ શાસનની સર્વાંગસુંદર આરાધના કરવા પૂર્વક સકલ કર્મને ક્ષય કરી સિદ્ધિપદને પામ્યા છે.
બારમા બ્રહ્મદત્ત ચક્રવતી બાવીશમાં શ્રી નેમિનાથ પ્રભુ અને ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુ એ બને તીર્થકરનાં