________________
શ્રમણ ભગવાન મહાવીર
૧૪૦
પ્રસંગનું મૂળ એ નિયાણું જ હતું.
નિયાણામાંથી કાનમાં કથીર રેડાવવાનું પાપ થયુ, એ પાપમાંથી ૭ મી નરક મળી, સાતમી નરકમાંથી સિંહના ભવ, સિહુના ભવમાંથી પુનઃ ચેાથી નરક પ્રાપ્ત થઇ, ચેાથી નરક પછી પણ અનેક તિર્યંચ વગેરે દુર તભવામાં પરિ ભ્રમણની પર`પરા ચાલુ રહી છે, એ બધા ભવા સ્થૂલ ૨૭ ભવામાં ગણવામાં નથી આવ્યા.
આ બધી વિષમ પરિસ્થિતિનું સર્જન થવાનું મૂળ જો કોઈપણ હાય તે તે નિયાણાનું ઉગ્ર પાપ હતું.
આવા પ્રસંગેા જાણ્યા બાદ જીવનમાં નિયાણા જેવાં પાપેા ન થઈ જાય. અને અનિવાર્ય પણે થતાં હિંસાદિ પાપ સ્થાનકોમાં વધુ પડતા આનંદ ન આવી જાય, તે માટે ઉપયોગ રાખવાની ઘણી જ જરુર છે.
ર૧ મા ભવમાં ચેાથી નરક
ભગવાન મહાવીરને આત્મા વીશમા સહુના ભવ દરમિયાન હિંસા વગેરે અનેક પાપસ્થાનકેાનુ સેવન કરી નરકગતિ, નરકાસુષ્યને ખંધ કરી એકવીશમા ભવે ચાથી નરકમાં ઉત્પન્ન થયા.
શાસ્ત્રગ્રંથામાં એ હકીકત છે કે અગ્નિ પંચેન્દ્રિય જીવ વધુમાં વધુ પાપના યોગે નરકમાં જાય તેા પણ પહેલી નરક સુધી જાય, આગળ નહિ.