________________
અઢારમા ભવનું સિંહાલેકન
૧૨૧
ત્રિપૃષ્ઠકુમાર વાસુદેવ જેવા સમર્થ રાજાધિરાજ આયુષ્ય પૂર્ણ થયા બાદ મરીને સાતમી નરકે કેમ ગયા ? એ બાબતનું સમાધાન ઉપરનું સ્પષ્ટીકરણ વિચારવાથી આપોઆપ થઈ જાય છે.
વાસુદેવ ત્રણ ખંડનાં સ્વામી હોવા છતાં પાપાનુબંધી પુણ્યદયવાળા હતા અને એથી જ મળેલી બાહ્ય સુખની વિપુલ સામગ્રી પાછળ એ વાસુદેવનાં હૃદયમાં તીવ્ર આસકિત હતી. જોરદાર ગુલામી હતી.
એ ગુલામીના કારણે ઘોર હિંસા વગેરે પાપ કરવામાં પણ વાસુદેવને જરાય આંચકો આવતે નેતે.
પિતાની નિદ્રાના સુખમાં જરા ખામી આવી એટલે શધ્યાપાલકના કાનમાં ગરમ કરેલું કથીર રેડવાનું અને એ શધ્યાપાલકને યમસદનને અતિથિ બનાવવાનું કર કૃત્ય કરતાં દિલમાં અરેરાટી કે કંપારી છૂટી ન હતી. પણ આવી કઠેર શિક્ષા દ્વારા સેવકવર્ગમાં આજ્ઞાનું ઉલ્લંઘનના ખતરનાક પરિણામનું ભાન કરાવ્યાને ગર્વ હતે. ઉન્માદ હતા. આવા ભયંકર પાપ બાહ્ય સુખોની ગુલામીના કારણે જ થયાં હતાં.
એનાં બીજ ૧૬ મા વિશ્વભૂતિમુનિના ભવમાં પાયાં હતાં. મથુરા નગરીમાં ગાયની હડફેટમાં આવી જવું, જમીન ઉપર પડી જવું, વિશાખાનંદિએ કરેલ ઉપહાસ સાંભળતાં ક્રોધમાં આવી ગાયને શીંગડાથી પકડી આકાશમાં ઉછાળવી શ્ર. ભ. મ, ૧૪