________________
અઢારમા ભવનું સિંહાવલન
૧૧૯ બીજા પ્રકારમાં સુવિહિત ધર્માચરણ હેય પણ તેની પાછળ ભૌતિક સુખની લાલસા હેય, આ પ્રકારમાં યોગ શુભ છે. પણ ઉપગ અશુદ્ધ છે એટલે સંવર અને સકામ નિર્જરાને અભાવ હોય છે. માત્ર ભૌતિક સિદ્ધિ આપનાર પુણ્ય બંધાય છે. અને તેથી જ તે મેક્ષસાધક નથી પણ સંસારવર્ધક છે. જે મક્ષસાધક નથી તે પાપાનુબંધી પુણ્ય કહેવાય છે.
ત્રીજા પ્રકારમાં સુવિહિત ધર્માચરણ ન હોય પણ તેના બદલે સાંસારિક પ્રવૃત્તિ અને તે પ્રસંગે પાપસ્થાનકેનું સેવન હોય, એમ છતાં સમ્યગ્દર્શન હેવાનાં કારણે એ પાપસ્થાનકોના સેવન પાછળ દિલમાં તીવ્ર પશ્ચાત્તાપ-ડંખ વગેરેને સદ્દભાવ હોય છે. આ વિભાગમાં યોગ અશુભ છે પણ ઉપયોગ વિશુદ્ધ છે. અશુભયોગના કારણે ઘાતિ-અઘાતિ ઉભય પ્રકારનું પાપ તે બંધાય છે, પણ ઉપગની વિશુદ્ધિનાં કારણે તેમાં સ્થિતિ અને રસની તીવ્રતા નથી આવતી. આવા પાપને પુણ્યાનુબંધી પાપ કહેવાય છે.
ચોથા પ્રકારમાં પ્રવૃત્તિ એટલે યુગમાં સુવિહિત ધમનખાન નહિ....પણ પાપસ્થાનકોનું સેવન છે. સાથે ઉપયોગમાં પણ તે પાપના સેવન અંગે પશ્ચાતાપના સ્થાને પ્રમેદહર્ષ હોય છે એટલે અશુભ યોગ અને અશુદ્ધ ઉપગ હોય છે. આવા અવસરે આત્મા ઘાતી-અઘાતી જે પાપ બાંધે છે, તેની પરંપરા અનેક ભ પર્યત ચાલે છે. તેથી તેને પાપાનુબંધી પાપ કહેવામાં આવે છે.