________________
૧૧૬
શ્રમણ ભગવાન મહાવીર
જણાવવામાં આવેલ છે.
અહિં વિચાર કરવા યોગ્ય બાબત એ છે કે એક બાજુથી માનવ જેવું સર્વોત્તમ જીવન, બીજી બાજુથી શારીરિક બલનું વૈશિષ્ટય અને ત્રીજી બાજુથી ત્રણ ખંડનું એકછત્રીય સામ્રાજ્ય, આવી આવી અનેક સર્વાગ સુંદર સામગ્રી મળી હોવા છતાં પૃિષ્ઠવાસુદેવ મરીને નરકના અતિથિ કેમ બન્યા ! એમનું આટલું બધું પતન કેમ થયું ?
કારણ એ છે કે એમને એ વિશિષ્ટ સામગ્રી પાપાનું બંધી પુણ્યને ઉદયથી મળી હતી, તેથી એ સુખ...સામગ્રીન ઉપભેગ કરતાં વાસુદેવ તેમાં તીવ્ર ભાવે આસક્તા બન્યા અને તેથી પાપને ઉત્કટ અનુબંધ કરી એ પાપને ભેગવવા માટે દુર્ગતિમાં હડસેલાઈ ગયા.
પુણ્ય-પુરમાં તફાવત જૈનશાસનમાં પુણ્યના બે પ્રકાર મુખ્યત્વે વર્ણવાયા છે એક પુણ્યાનુબંધી પુણ્ય અને બીજુ પાપાનુબંધી પુણ્ય
જે પુણ્ય પ્રકૃતિને બંધ સમયે મેહનીય કર્મનો સ્થિતિબંધ તથા રસબંધમાં જેર ન હોય... પરંતુ મંદતા હોય તે પુય પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે, તેથી વિપરીત જે પુણ્યપ્રકૃતિના બંધ અવસરે મેહનીયન સ્થિતિંબંધ અને રસબંધનું પ્રમાણ જોરદાર હોય તે પુણ્ય પાપાનુંબંધી પુણ્ય ગણવામાં આવે છે.