________________
૧૧૦
શ્રમણ ભગવાન મહાવીર
સંક્ષિપ્ત સાર છે. શિપૃષ્ઠવાસુદેવના અંતઃકરણમાં અમૃતથી પણ અધિક પ્રભુની ધર્મદેશના શ્રવણ થતાં આનંદ આનંદ પ્રગટ થયે. કેઈપણ મહાનુભાવની વર્તમાન અવસ્થા ગમે તે પ્રકારની હોય, પરંતુ જેના આત્મમંદિરમાં તીર્થકર પદની રેગ્યતા વર્તતી હોય અને એકવાર પણ સમ્યગદર્શનની દિવ્યાતિ પ્રગટ થઈ ગયેલી હેય એ મહાનુભાવને જ્યારે
જ્યારે દેવ-ગુરુ ધર્મને સુગ મળે તેમજ પ્રભુની મંગલમય વાણું શ્રવણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ત્યારે તે આત્માઓનું હૃદયકમળ નવપલ્લવિત બને છે. અને એકવાર તે મેહનું આવરણ દૂર થતાં સમ્યક્ત્વને પ્રકાશ પુનઃ પ્રગટ થઈ જાય છે.
નિમિત્તવાસી આત્મા ભગવાન મહાવીર ભગવંતને નયસારના ભવમાં સર્વથી પ્રથમ સમ્યગ્ગદર્શન પ્રગટ થયું હતું મરીચિના ભવમાં કપિ લને સમાગમ અને ઉત્સગપ્રરૂપણાનું નિમિત્ત મળતા એ ગુણને તિભાવ થયે. સેલમા વિધભૂતિના ભવમાં સંયમગ્રહણને સંયોગ અને તીવ્ર તપશ્ચર્યાનાં પ્રસંગે એ સમ્યદર્શનને પુનઃ આવિર્ભાવ થયે. તેમજ એ જ ભવમાં વિશાખાનંદીને ઉપહાસ અને નિયાણને પ્રસંગ પ્રાપ્ત થતાં પુનઃ એ પ્રકાશ અસ્ત થયે. એથી આગળ ચાલુ અઢારમા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શ્રેયાંસનાથ ભગવંતની ધર્મદેશના શ્રવણ કરતાં પુનઃ એ સમ્યકૂવગુણ ભગવંતના આત્માને પ્રગટ થયે. એકવાર સમ્યગ્રદર્શન ગુણ પ્રગટ થયા