________________
પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને જીવન વૃત્તાન્ત
૯૩
પણ દેવને પૂછવામાં આવ્યું પરિપૂર્ણ દૈવજ્ઞ તિષશાસ્ત્રમાં કુશલ હતું. પ્રતિવાસુદેવનું ભાવિ અનિટ જેતિષના બળે દૈવજ્ઞના જાણવામાં આવ્યું, પરંતુ એ વાત પ્રતિવાસુદેવ સમક્ષ રજૂ કરવામાં દૈવજ્ઞનું દિલ અચકાયું. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવે દૈવજ્ઞની મુખાકૃતિ ઉપરથી એ વાત સમજી જતાં, ઈષ્ટ અનિષ્ટ જે ભાવિ હોય તે સત્ય રીતે જણાવવાને દૈવજ્ઞને અતિ આગ્રહ કર્યો. પ્રતિવાસુદેવને અતિશય અનુરોધ થતાં દૈવસે સ્પષ્ટ રીતે જણાવ્યું કે “આપણા ચંડવેગ દૂતને જે રાજકુમાર પરાભવ કરશે, તેમ જ શાલિક્ષેત્રનાં રક્ષણ માટે મોકલેલે જે રાજકુમાર ત્યાં રહેલા કેસરી સિંહનું વિના શત્રે વિદ્યારણ કરશે તે રાજકુમારના હસ્તથી તમારું મૃત્યુ થશે.” જેનું કથન પ્રાયઃ પ્રત્યેક પ્રસંગે સાચું પડતું હતું એવા શાઅકુશલ દૈવજ્ઞના મુખેથી ઉપર જણાવેલ બાબત પ્રતિવાસુદેવ અલ્પગ્રીવના જાણવામાં આવતાં અંતરંગ દ્રષ્ટિએ તેનું હૈયું ભયબ્રાન્ડ બનવા છતાં બાહ્ય દષ્ટિએ મુખની પ્રસન્નતા પ્રદર્શિત કરવા સાથે દૈવજ્ઞને યોગ્ય દાન-દક્ષિણ આપી વિદાય કર્યો. તે અષ્ટાંગ નિમિત્તને અવબોધ એ વિશિષ્ટ કૃતજ્ઞાન છે.
પાંચ પ્રકારના જ્ઞાનમાં અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે, અને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન એ બને પરોક્ષજ્ઞાન છે. અવધિજ્ઞાન. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણેય જ્ઞાનવડે ઇન્દ્રિય અને મનની મદદ સિવાય સીધેસીધું આત્માને પિત-પોતાના વિષયની મર્યા