________________
૮૮
શ્રમણ ભગવાન મહાવીર
આવે છે. એ બન્ને પક્ષની જેટલી વિશુદ્ધિ તેટલી તે માતા -પિતાના સંતાનને પિતાના ઉત્કર્ષ માટે વધુ અનુકૂળતા, અને તે ઉભય પક્ષની જેટલી વિકૃતિ તે માતાપિતાના સંતા નને પિતાના વિકાસ માટે તેટલી અનુકૂળતાને અભાવ. આ વિષય પરત્વે આપણી ભારતીય સંસ્કૃતિના અનેક ગ્રંથમાં સંખ્યાબંધ દષ્ટાંતે મળી આવે છે. .
ત્રિપૂર્ણ વાસુદેવને પાપાનુબંધી પુણ્ય
ભગવાન મહાવીર પ્રભુ સકલ કર્મને ક્ષય કરી મહાવીરના ભવમાં નિર્વાણપદ પામ્યા, તે પહેલાં કર્મોદયના કારણે ભગવંતના આત્માને જુદી જુદી ગતિમાં વિવિધ સ્થળે જન્મ ધારણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય એ બરાબર છે. એમ છતાં પિતાના પિતા સાથે પાણિગ્રહણ કરનાર મૃગાવતીની કુક્ષિથી પ્રભુના આત્માને જન્મ કે એમાં પ્રભુના પુણ્યાનુબંધી પુણ્યને અભાવ ગણવામાં આવે તે એ અવાસ્તવિક નથી. પિતાને પુત્રીના રૂપલાવણ્ય ઉપર પિતાને પાપોદયથી તીવ્ર મોહ જાગે, પણ પુત્રીના શીલ અને સદાચારના સંસ્કારોની મક્કમતા હતા તે પ્રાણના ભોગે એ સંસ્કારોનું સંરક્ષણ થાત, પરંતુ પિતાના અંતરમાં પુત્રી તરફ વિકારી મેહનું પ્રાબલ્ય અને પુત્રીના દિલમાં આર્યસંસકૃતિનું શૈથિલ્ય, એમ પિતા પુત્રીની અપ્રશસ્ત પરિ સ્થિતિ હોવાને કારણે ઉભય વ્યક્તિઓ વચ્ચે પાણિગ્રહણને પ્રસંગ બન્યું. અને એવા સંસ્કારવિહેણું માતા-પિતાને ત્યાં જન્મ લેનાર પુરના પુણ્યાનુબંધી પુણ્યની ન્યૂનતા