________________
મહાનુભાવ મરિચિ યાને...
[, ૩૭
શુદ્ધ સંયમમાર્ગની શ્રદ્ધાને કારણે પ્રતિબંધ પામનાર ક્ષત્રિય કુમારોને પ્રભુ તેમજ પ્રભુના સાધુઓ પાસે નિર્મળ ચારિત્રની આરાધના માટે મેકલવાની પ્રવૃત્તિએ મરિચિના આત્મા મંદિરમાં વર્તતા પ્રકાશનું પ્રતીક છે. જ્યારે ભરત મહારાજ પાસેથી પિતાને ભાવિકોલે પ્રાપ્ત થનાર તીર્થંકર ચક્રવતી તેમજ વાસુદેવની ઉતમ પદવીની હકીક્ત શ્રવણ કરતાં કુલને મદ કર એ મરિચિને માટે અંધકારનું ચિહ્ન છે. મરિચિ માટે જ આમ બન્યું છે. એમ નથી, પરંતુ કેઈપણ આત્મા અનાદિકાલના અંધકારમાંથી જ્યારે પ્રાથમિક પ્રકાશમાં આવે છે અર્થાત અનાદિ મિથ્યા દષ્ટિ આત્મા પહેલીવાર સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, ત્યાર બાદ જ્યાં સુધી ક્ષપકશ્રેણિ ઉપર આરહણ ન કરે ત્યાં સુધી તે વ્યક્તિના આત્મમંદિરમાં અંધકાર અને પ્રકાશ ઉભયનું સ્થાન હોય છે. કેઈવાર પ્રકાશનું જોર હેય, તે કેહવાર અંધકારનું જોર હોય છે. એમ અંધકાર અને પ્રકાશનું દ્વન્દ ચાલ્યા જ કરે છે આત્મામાં અપ્રમત્તદશા જ્યાં સુધી પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી તે નિમિત્તવાસી છે. અનુકૂલ વાતાવરણ અર્થાત્ દેવ-ગુરુ-ધર્મની આરાધનાસત્સંગ વિદ્યમાન હોય તે આત્મામાં પ્રકાશના પૂજનું સ્થાન હોય છે. પ્રતિકૂલ, વાતાવરણ હોય તે અંધકારનું સ્થાન પ્રગટ થાય છે. વીતરાગ તેત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ભગવંતે એજ ભાવભર્યા અક્ષરો ઉચ્ચાર્યા