SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ * [ ઉત્તરાધ્યયન સૂત્ર આ મનુષ્યભવ સર્વ પ્રાણીઓને માટે ચિર કાળે પણ દુર્લભ હોય છે, કેમકે કર્મને વિપાક ગાઢ હોય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૪ પૃથ્વીકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે (પૃથ્વીકાયમાં વધુમાં વધુ ભવ કરે તે) અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૫ જળકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૬ અગ્નિકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૭ ૧. સંખ્યાતીત અથવા અસંખ્યાત કાળની સમજુતી જેને માન્યતા અનુસાર નીચે પ્રમાણે છે – એક યોજન ઊડે, એક યોજન પહોળા ગોળ ખાડો એકથી સાત દિવસની વયનાં બાળકોના વાળથી ભરવામાં આવે અને પછી દર સે વર્ષે એક એક વાળ કાઢવામાં આવે એ રીતે ખાડો ખાલી થતાં જે સમય લાગે તે વ્યવહાર૫લ્ય. એવા અસંખ્ય વ્યવહાર પલ્ય= ઉદ્ધારપત્ય. અસંખ્ય ઉદ્ધાર૫લ્ય= અદ્ધાપલ્ય. ૧૦ ૪ (૧ કરોડ x ૧ કરોડ) અદ્ધાપલ્ય= સાગરોપમ. ૧૦ ૪ (૧ કરોડ x ૧ કરોડ) સાગરોપમની એક ઉત્સર્પિણ અને તેટલાં જ વર્ષની એક અવસર્પિણી. એવી અસંખ્ય ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ વીતી જાય ત્યારે સંખ્યાતીત અથવા અસંખ્ય કાળ થયો કહેવાય. दुल्लहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणो समयं गोयम मा पमायए पुढविकायमइगओ उक्कोसं जीवो उ संबसे । कालं संखाईयं समयं गोयम मा पमायए आउकायमइगओ उक्कोस जीवो उ संवसे । कालं संखाईयं समय गोयम मा पमायए तेउकायमइगओ उक्कोसं जीवो उ संबसे । कालं संखाईयं समयं गोयम मा पमायए
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy