________________
સૂત્ર' ચૂણિ પ્રકાશક અષભદેવજી કેશરીમલજી વેતાંબર સંસ્થા, રતલામ, સં. ૧૯૯૮), શાન્તિસૂરિની ટીકા જે સામાન્ય રીતે “પાઈઅ ટીકા ” નામથી ઓળખાય છે તે (સમય ઈ. સ. ને ૧૧ મે સિંકઃ દેવચંદ લાલ ભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ દ્વારા પ્રકાશક આગમેદય સમિતિ, ભાગ ૧ અને ૨, સં. ૧૯૭૨; ભાગ ૩, સં. ૧૯૭૩) તથા નેમિચન્દ્રની ટીકા (સમય ઈ. સ. ૧૦૭૩, સંપાદક વિજયઉમંગરિ, સં. ૧૯૯૩)માં આપેલા અર્થોને વિચાર કર્યો છે; જરૂર જણાઈ ત્યાં ટિપ્પણમાં એ ટીકાકારોએ આપેલા અર્થેની અથવા તેમણે ધેલાં પાઠાન્તરની ચર્ચા કરી છે, યાકેબી વગેરે અન્ય વિદ્વાનોએ આપેલા અર્થોને ટીકાકારોએ આપેલા પરંપરાગત અર્થોના સન્દર્ભમાં વિચાર કર્યો છે, આવશ્યક સ્થળોએ જેન પારિભાષિક શબ્દોની સમજુતી આપી છે, મૂળમાંના શબ્દો ઉપર વ્યુત્પત્તિ, વાધ્યાપાર કે અર્થસંક્રાન્તિની દૃષ્ટિએ ને લખી છે, તથા મૂળ કૃતિના વિવરણ સાથે સંબંધ ધરાવતા અન્ય પ્રાસંગિક વિષયે પરત્વે ટિપ્પણ લખ્યાં છે. આગમસાહિત્યના અને ખાસ કરીને “ઉત્તરાધ્યયન સૂત્ર'ના વિદ્યાથીઓને આ બધી સામગ્રી સુવિધાકારક તેમજ ઉપયોગી થશે એવી આશા છે.
આ અનુવાદ ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગોમાં (પછી ભો. જે. વિદ્યાભવનમાં) અધ્યાપક તરીકેનું કામ કરતાં તૈયાર કર્યો હતે. વિદ્યાભવ ના અધ્યક્ષ શ્રી. રસિકલાલ છો. પરીખે આ અનુવાદ કાળજીપૂર્વક જોઈને ઘણું ઉપયોગી સૂચનો કર્યા હતાં, એ માટે એમને તથા મુદ્રણની
જના તથા પ્રફવાચનમાં સહાય માટે ગુજરાત વિદ્યાસભાના ક્યુરેટર અને ગુજરાતીના અધ્યાપક શ્રી કેશવરામ શાસ્ત્રીને ઋણું છું. વડોદરા યુનિવર્સિટીમાં મારા સહકાર્યકર શ્રી. ઈન્દ્રવદન અંબાલાલ દવેએ આની સૂચિ તૈયાર કરી આપી છે, એ માટે એમને પણ હું આભારી છું.
અધ્યાપક નિવાસ” ), પ્રતાપગંજ, વડાદરા : તા. ૧૮-૪-૧૯૫૨ )
| ભેગીલાલ જ્યચંદભાઈ સાંડેસરા