________________
[ ઉત્તરધ્યયન ક્ષેત્ર .. કામભેગે જે દર્ભની અણું ઉપર કહેલા જલબિન્દુ જેવા (ચંચળ) છે તે આ ટૂંકા આયુષ્યમાં શા માટે યોગક્ષેમ-કલ્યાણના માગને ન જાણ? ૨૪
કામેથી નિવૃત્ત નહિ થયેલે મનુષ્ય પોતાના આત્માના અર્થને–આત્મોન્નતિને નાશ કરે છે, કેમકે ન્યાયપપન્ન માર્ગનું શ્રવણ કર્યા પછી પણ તે વારંવાર ભ્રષ્ટ થાય છે. ૨૫
કામેથી જે નિવૃત્ત થયેલ છે તે મનુષ્ય પોતાના આત્માના અર્થને–આત્મોન્નતિને નાશ કરતે નથી, અને આ અપવિત્ર દેહને ત્યાગ કરીને તે દેવ થાય છે, એમ મેં સાંભળ્યું છે. ૨૬ ' એ જીવ જ્યાં ધૃતિ, યશ, કન્તિ, આયુષ્ય અને પુષ્કળ ઉત્તમ સુખ હોય છે એવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ૨૭ - બાલ–અજ્ઞનું બાલવ–અજ્ઞત્વ તે જુઓ કે અધર્મને સ્વીકાર કરી, ધર્મને ત્યાગ કરી અધમી એવો તે નરકમાં ઉત્પન્ન થાય છે. ૨૮
સત્યધર્મને અનુસરનારા ધીરનું ધીરત્વ તે જુઓ કે તે અધર્મનો ત્યાગ કરી, ધર્મિષ્ઠ થઈ દેવમાં ઉત્પન્ન થાય છે. ૨૯ कुसग्गमेत्ता इमे कामा सन्निरुद्धम्मि आउए । कस्स हेउं पुराकाउं जोगक्खेमं न संविदं इह कामाणियदृस्स अत्तहे अवरज्झई । सोचा नेयाउयं मग्गं जं भुज्जो परिभस्सई इह कामनियट्टस्स' सत्तट्रे नावरज्झई । पूइदेहनिरोहेणं भवे देवे त्ति मे सुयं इडी जुई जसो वण्णो आउं सुहमणुत्तरं । भुजो जत्थ मणुस्सेसु तत्थ से उववजई बालस्स पस्स बालत्तं अहम्मं पडिवज्जिया । चिच्चा धम्मं अहम्मिटे नरए उपवजई धीरस्स पस्स धीरतं सच्चधम्माणुवत्तिणो । चिच्चा अधम्मं धम्पिटे देवेसु उववजई
૨. "fજયકુશ