SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧ વિનય [ “આચાર ] સંગ-આસકિતથી વિશેષપણે મુકત અને અનગાર-જે ગૃહીમાંથી અહી બને છે એવા ભિક્ષુને વિનય ' હું પરિપાટીપૂર્વક કરું છું. ૧ આજ્ઞા પાળનાર, ગુરુની પાસે રહેનાર, તથા ઇંગિત અને આકારથી સંપન્ન હોય તે (શિષ્ય) વિનીત કહેવાય છે. ૨ આજ્ઞા નહિ પાળનાર, ગુરુની પાસે નહિ રહેનાર, પ્રતિકૂલ, અને જેણે તત્વ જાણ્યું નથી એવો શિષ્ય) અવિનીત કહેવાય છે. ૩ જેમ સડેલા કાનવાળી કૂતરીને સર્વ સ્થળેથી હાંકી કાઢવામાં આવે છે તેમ દુ:શીલ, પ્રતિકૂલ અને વાચાળ (શિષ્ય)ને દૂર કરવામાં આવે છે. ૪ ૧. વિનય એટલે આચાર. બૌદ્ધ ત્રિપિટકે પૈકી “ વિનયપિટક 'માં ભિક્ષુઓના આચારધર્મનું નિરૂપણ છે. ૨. મૂળના ફુનિયાને ને અર્થ ટીકાકારો “ગુરુના સૂક્ષ્મ તેમજ સ્થૂલ હાવભાવને અર્થ સમજનાર’ એ કરે છે. संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि आणुपुब्बि सुणेह मे आणानिद्देसकरे गुरूणमुववायकारए । इङ्गियागारसंपने से विणीए त्ति वुच्चई आणानिदेसगरे' गुरूणमणुक्वायकारए । पडिणीए असंबुद्धे अविणीए त्ति वुच्चई जहा सुणी पूइकण्णी निसिजइ सव्वसो । एवं दुस्सीलपडिणीए मुहरी निक्कसिज्जइ ૨. વારે રાત્ર
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy