________________
૩૨૫
શ આ ચોવીશીમા ભાવોની કાંઈક ઝાંખી કરી શકે, તેવા સ્વરૂપમાં દરેક ભૂમિકાના દરને સામાન્ય ચિતાર આપવામાં આવેલ છે.
એટલે કે વર્તમાન ચોવીશીના એકે એક પરમાત્માનું સ્તવન કરવાનું નિમિત્ત લઈને, શ્રી આનંદઘનજી મહારાજાએ આત્મ વિકાસની તે તે ભૂમિકાનો ચિતાર આપણું સામે રજુ કરીને ભારે વિશ્વપકાર કરે છે.
માત્ર સામાન્ય નિર્દેશ હોવાથી કોઈ શબ્દ કે વિષએ આગળ પાછળ લખાયા હોય, તે ઉપરથી અવ્યવ સ્થિત માની લઈને કેઈ મહાશય ટીકા ટીપ્પણ કરવા ઉપર ન ઉતરી પડે, તેવી વિજ્ઞપ્તિ છે.
તેને વ્યવસ્થિત નાટકના રૂપમાં કેઈ ગેહવવા ઈછે, તો તેમ કરી શકે છે. કેમકે-જાદા જુદા જિજ્ઞાસુઓને ઉદ્દેશીને સાહિત્યની રચના અને વિવિધ પ્રકાર સંભવે છે. અને તે પ્રયાસ આદરણય તથા યશનીય ૫ણ છે. વિશેષ જિજ્ઞાસુ મહાનુભાવેએ ઉપમિતિભવ પ્રપંચો તથા વિરાગ્ય કલ્પલતા વિગેરે ગ્રંથનું પરિશીલન કરવું.