________________
30
પડે છે જિનમંદિર બંધાવે છે, તેમાં પ્રતિષ્ઠા કરાવે છે. સાધાર્મિક વાત્સલ્ય પ્રવર્તાવે છે, સાધર્મિકમાં અનેક પ્રકારની હાણીઓ કરે છે, ગુરુઓના સામૈયા, દેવના ઉત્સવો વિગેરેમાં ઉત્સાહપૂર્વક ધસમસીને ભાગ લેતે, તન, મન, ધન, વચનને તેમ સારામાં સારો ઉપયોગ કરતે જોવામાં આવે છે.
દશ્ય ૯ મું: અહિથી, પરમાત્માના દર્શન, તેમના વચનામૃતેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાની, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એક્તાનતાથી પરમાત્મા સાથે તન્મય થવાની ઈચ્છા જાગ્રત થાય છે.. - પતિના વિરહથી ગભરાઈને બેહાલ થઈ ગયેલી કાયર પની જેમ વિરહ સહન કરી શકતી નથી, ત્યારે પતિના વસ્ત્રાભૂષણ, રાચરચીલા, વિ. પ્રિય વસ્તુઓને જુવે છે, તેને પંપાળે છે, ભેટે છે, તેના મિત્રને, તેની પ્રતિમાને જુવે છે. તેની સામે પતિની સાથે વાતચિત કરે, તેમ વાતચિત કરે છે ઠપકો આપે છે. બેલાવે છે, હસાવવા પ્રયત્ન કરે છે, મશ્કરી કરે છે તે પ્રમાણે પરમાત્માના વિરહથી કાયર ભક્ત તેની પ્રતિમા મારફત પરમાત્મભાવ સાથે સંબંધ જોડવાની તાલાવેલીમાં પડે છે પરમાત્માની પાછળ સાચો પાગલ બની તેની પ્રતિમા મારફત તેની ભક્તિમાં લીન થાય છે. પોતાના મનેભાવ વ્યક્ત કરે છે, પરમાત્માની પાછળનું એ પાગલપણું સાક્ષાત પરમાત્મા સાથેના વિયોગની અસહ્ય અવસ્થા વ્યક્ત કરે છે.