________________
२२२ હેવાથી વ્યભિચારી છે, એવી તમારી ગુપ્ત વાત જણાય છે. અને તમને અનેકાંતિક તરીકે વળી આખું જગત જણે છે.” એમ ગુમ વાત સહુ જાણે છે, પછી તે ગુપ્ત શાની? - આમ અનેકાંતિક શબ્દના બે પ્રસિદ્ધ અર્થ ઉપરથી વિરોધ ઉભો કર્યો છે, અને ઠપકે આપવામાં શબ્દછળનો રાજીમતીજી ઉપયોગ કરે છે. અનેકાતિક ભેગવનારી
એટલે ૧ સ્યાવાદી ૨ બીજો અર્થ—વ્યભિચાર નામના હેત્વાભાસવાળા-વ્યભિચારી. જિણ જેણે તમને જોઉં, રે
તિણ જેણે જુવો રાજ ! મન એકવાર મુજને જુવો. રે
તે સીજે મુજ કાજ. મન. ૧૩ જિણજે. જેણે જણે, દષ્ટિએ સીજે સફળ થાય.]
દુન્યવી પ્રેમ ભરી જે દૃષ્ટિથી હું તમને જોઈ રહી છું, તેજ દૃષ્ટિથી હે મહારાજ ! આપ મને જુવો ! બસ! એક વાર મને એ દૃષ્ટિથી જુઓ! તો, તમને મેળવવાના મારું બધાયે કામ-અભિલાષ-મહેનત સફળ થઈ જાય. તેટલાથી જ સારા મારથ પૂરા થયાનું માની લઈશ. હવે, બધુ જવા દઈને માત્ર આટલી છેલ્લી એકજ માગણી કરું છું. તે સ્વીકારો તે પણ બસ છે, વહાલા પ્રાણ!
વિરોધને પરિહાર પણ તમે મને એ દષ્ટિથી એક