________________
૨૨૦
રાગ વિના કિમ દાખવે રે
મુગતિ-સુંદરી-માગ ? મન. ૧૧ રિાગી=પ્રેમી. દાખા=બતાવે. માગ માગ ]
તમે કહેશે, કે“રાગીની સાથે તે દુનિયામાં દરેક માણસ રાગ–પ્રેમ કરે છે, પણ હું વૈરાગીની સાથે તારા રાગ શી રીતે થાય છે એ વાત તમારી સાચી છે. પણ તમો તે વળી વૈરાગી શાના ? " કેમકે જે તમારા મનમાં રાગ ન હોત, તે મુક્તિ-સુંદરીની પાસે જવાને માર્ગ તો શા માટે દુનિયાને દાખવીબતાવી રહ્યા છે ? માટે જરૂર તમે રાગી તો છે જ, માત્ર, મારા ઉપર તમારે રાગ કરવો નથી. માટે ખોટા ખોટા વૈરાગી બની બેઠા છે, ને ન્હાના કાઢે છે. - વિરોધને પરિહાર હું દુન્યવી રાગવાળી છું, તેથી વૈરાગી સાથે દુન્યવી મારો પ્રેમ હવે સંભવશે નહીં, એ તો ખરું. પણ તમારા આત્માની મુક્તિ તરફ આત્મ ગુણોના સહજ વિકાસ તરફ સહજ વૃત્તિ છે. તેને ઉપચારથી સાચે રાગ કહીએ, તે તે સાચી રાગિણું તરફ જ તમારો સાચો રાગ બંધાય તે સહજ છે. મુકિતનો રાગી, તેજ દુનિયાને વૈરાગી. અને દુનિયાની સ્ત્રીને રાગી, તે મુકિત સુંદરીને વૈરાગી, દુનિમાંથી વૈરાગી, તે મુકિત સ્ત્રીને રાગી.