________________
૧૭૨ - મિથ્યા-મતિ અપરાધણ જાણું,
ઘરથી બાહિર કાઢી. હો! મલ્લિ૦ ૪
[ સમકિત શુદ્ધ સમ્યગ દર્શન, સાચી શ્રદ્ધા. સપરિવાર=પરિવાર સાથે. અપરાધણુeગુન્હેગાર. ગાઢી= દ, મજબૂત. મિથ્યા-મતિ=જૂઠી શ્રદ્ધા, અવળી બુદ્ધિ. ]
૫. વળી, અધૂરામાં પૂરું કુટુંબ કબિલાના પરિવાર સહિત એવા શુદ્ધ સમક્તિ ગુણ સાથે આપે ગાઢી સાદિ અનંતકાલ સુધીની સગાઈ બાંધી લીધી. એટલે પછી તે મિથ્યા બુદ્ધિને ગુન્હેગાર માનીને, તમે તેને ઘરથી બહાર જ કાઢી મૂકી, અરર ! કેટલો બધો જુલમ ગુજાર્યો ? આ ઉપશમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકર્યો, અને અનુકંપા તથા બીજી રીતે ૬૩ ભેદો, એ સઘળા સમક્તિ અને પરિવાર છે. તે બધા સાથે તમે ગાઢ સગપણ બાધ્યું.
વિ૦ ૫૦ ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થયે, એટલે મિથ્યાત્વને ચાલ્યા જવું પડયું.
મિથ્યાત્વ દોષ ગ. હાસ્ય: અ-રતિ રતિઃ શોકઃ
દુાંછા ભય પામર કરાવી, ન-કષાય શ્રેણિગજ ચઢતાં,
શ્વાન તણું ગતિ ઝાલી. હો ! મહિલ. ૫ [ હાસ્ય હસવું. અરતિ=નાખુશી. રતિ-આનંદ. શોકકચિંતા. દુગંછા-અણગમે. ભય બીક. પામર=