________________
ઉપયોગ વખતો વખત જુદો જુદો મૂક પડતો નથી, એટલે ઉપયોગ રહિત.
આ પ્રમાણે દરેક ત્રિભંગીના છેલ્લા સંગી ભાંગા સમજાવ્યા છે. આ સિવાય ઘણી રીતે ઘટાવી શકાય છે. અને આવી સુંદર ઘણી ત્રિભંગીઓ પણ થાય છે. ૫ ઇત્યાદિક-બહુ–મંગ ત્રિ-ભંગા,
ચમત્કાર ચિત્ત-દેતી રે. અચરિજ-કારી ચિત્ર-વિચિત્રા,
આનંદઘન–પદ લેતી રે. શી. ૬ [ બહુ-ભંગ બહુ-ઘણાભાંગાવાળી. ત્રિ-ભંગા= ત્રણ ભાંગા-ત્રણ વિક૯૫વાળી. ચિત્ત-ચિત્તમાં, મનમાં. અચરિજ-કારી આશ્ચર્યકારક ચિત્ર-વિચિત્રા=અનેક જુદા જુદા પ્રકારની. આનંદ-ઘન-પદ-મેક્ષ સ્થાન લેતી= લઈ લેતી. ]
એવા એવા ઘણી જાતના ભાંગાવાળી ત્રિભંગીઓ મનમાં ચમત્કાર ઉત્પન્ન કરે છે. કેમકે–તે એક આશ્ચર્યકારક વસ્તુ છે, જુદા જુદા પ્રકારવાળી છે, એટલું જ નહીં, પરંતુ તે આનંદઘનનું પદ–મોક્ષપદ લે છે–ખેંચી લાવીને આત્માને અર્પણ કરવા સમર્થ છે. પરંપરાએ સ્યાદવાદશૈલિનું જ્ઞાન મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત થાય છે. માટે શોભારૂપ છે. ૬
ભાવાર્થ–આ સ્તવનમાં વિરોધી જણાતા વિવિધ ભાંગાઓ તરફ લક્ષ્ય ખેંચીને સ્યાદવાદની મદદથી તેના