________________
કરવા બરાબર છે. નિશ્ચયનયની પારમાર્થિકતા જે રીતે અને જે જાતના સાધકો માટે છે, તેને અ૫લાપ કરી શકાય નહીં, કર જોઈએ નહીં. પરંતુ, જેન શાસનના વ્યવહારને ઉડાવવા માટે જ તેની પારમાર્થિક્તા એકાંતથી આગળ કરવામાં આવે, તે તે પ્રવૃત્તિ જેન દર્શનના મૂળમાં સ્પષ્ટ રીતે જ ઘા કરનાર છે. વિશેષ ખુબી તે એ છે, પછી બાકીજ શું રહે છે. એક તો વાંદરે હેય, ને દારૂ પીધે, અને પછી વીંછી કરડે, તેના કુદકામાં કાંઈ ખામી રહે ?
આવી સ્થિતિ બાળ છવાની પણ થાય, તેમાં નવાઈ શી ? અન્ય દર્શનીયની-ગીતા ગ્રન્થમાં પણ કહ્યું છે, કે–
__ अज्ञानां बुद्धि-भेदं न जनयेत. બાળ જીવની બુદ્ધિને ચુંથવી નહીં.”
એક સમાજ શાસ્ત્ર વિદ્વાને સરસ જ કહ્યું છે, કે-'નિઃસ્વાથી મહાપુરુષોએ જગતના હિતને માટે જાણેલા ઉત્તમ સિદ્ધાંત અને તેના ઉપદેશને અમલ એકા એક થઈ શકતો નથી. કેમકે-દરેક તેના રહસ્યો સમજી શકતા નથી હોતા. પરંતુ તેને આચારના રૂપમાં ગોઠવવા પડે છે, અને પછી તેને લેક જીવનમાં રૂઢ કરવા પડે છે, અને એક જ વસ્તુ જુદા જુદા આકારમાં રૂઢ થાય છે, તે રૂઢિ અનુસાર વતીને લેકા તેનો લાભ ઉઠાવે છે. અને એ રીતે પરંપરાએ મહાપુરુષોના હિત માર્ગનું જ આલંબન લે છે, અને તેના સિદ્ધાંતોને જ યથાશક અમલ કરતા હોય છે. સદ્દવિચારેને જીવનમાં ઉતારવા માટે રૂઢિ વિના બીજો ઉપાય જ નથી.”
પરંતુ, આજના જડવાદી જીવન તો આ પણ પ્રજાના જીવનમાં ઉતારવા માટે– આધ્યાત્મિક પાયા ઉપર રચાયેલી રૂઢિઓને કુરૂઢિઓ કહીને ખસેડવાનું અને જડવાદના પાયા ઉપર રચાયેલી કુરૂઢિઓને જીવનમાં ઘાલી દેવાનું કામ આજ હિંદમાં મોટા પાયા