________________ અંતર () રૂચ - અમારા (, ) (દાન-લાભાદિમાં અંતરાય કરનાર કર્મવિશેષ, આઠ કર્મો પૈકીનો આઠમો ભેદ, દેનાર અને લેનાર વચ્ચે આવતું વિપ્ન) દાતા અને ગ્રહણ કરનાર આ બેની વચ્ચે જે ભંડારીની જેમ વિન કરે તે અંતરાય, જેમ રાજા કોઈકને વસ્તુ, પૈસા આદિ તેના ખજાનચી-ભંડારીને દેવા માટે જણાવે છે. ત્યારે તે ભંડારી ખજાનામાં તે વસ્તુ નથી, આ પ્રમાણે આપવાથી ખજાનો જલદી ખાલી થઈ જશે, આ વ્યક્તિ દાનને યોગ્ય નથી આદિ-આદિ દ્વારા રાજાને સમજાવી વચ્ચે વિન્ન કરનારો બને છે. તેમ આપનારને કે લેનારને વાસ્તવિક રીતે વિઘ્ન કરનાર અંતરાય કર્મ જ છે જે કર્મના મુખ્ય આઠ ભેદોમાંનો આ અંતિમ ભેદ છે. અંતરાયકર્મના દાન, લાભ. ભોગ, ઉપભોગાદિ પાંચ પ્રકારો છે. જે તે-તે વિષયમાં જીવને અંતરાય પાડે છે. માન્તરાધિશ (ન.) (અંતરાય બહુલ, વિપ્ન પ્રચુર, બાધા, દાન આદિમાં વિઘ્ન આવવું તે). કોઈપણ વ્યક્તિને દાન આદિ કાર્યમાં ક્યારેય પણ રોકવો જોઈએ નહીં, કારણ કે તેનાથી અંતરાય કર્મનો બંધ થાય છે. જેનાથી ભવિષ્યમાં પોતાને તે વસ્તુની પ્રાપ્તિ દુર્લભ થાય છે. માટે આપણા રોજીંદા વ્યવહારોમાં ઉપયોગ રાખવો જોઈએ. અંતરીપ - અત્તરપથ (પુ.). (વિવક્ષિત બે સ્થાન વચ્ચેનો માર્ગ, જ્યાં જવું હોય અને જ્યાંથી જવું હોય તે બે વચ્ચેનો રસ્તો) બાળક જન્મે છે ત્યારે તેને જે કપડાં પહેરાવવામાં આવે છે તેમાં ખિસ્સ નથી હોતું તથા માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે વસ્ત્ર ઓઢાડવામા આવે છે તેમાં પણ ખિસ્યું નથી હોતું, તો પછી આ વચ્ચેના સમયમાં આટલા બધા પ્રપંચ, આટલી બધી સ્વાર્થવૃત્તિ, આત્માનો વિચાર કર્યા વગર ચોવીસેય કલાક મજૂરની જેમ માત્ર અર્થોપાર્જનની પ્રવૃત્તિ શેના માટે? अंतरायबहुल - अन्तरायबहुल (त्रि.) (વિજ્ઞપ્રચુર, ઘણા વિનોવાળો) એથવિવિનાનિ'અર્થાત શુભ કાર્યોમાં હંમેશાં ઘણા વિઘ્નો હોય જ છે. પરંતુ જે વ્યક્તિ ધીરજ ધારણ કરીને વિદ્ગોને ઓળંગી જાય તે વ્યક્તિ જ કાર્યને પૂર્ણ કરે છે અને આવા માનવો જ મહાન બની શકે છે. ભગવાન મહાવીરને પણ 12 વરસ અને 6 મહિનાની ઘોરસાધના પછી જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી ને ! अंतरायवग्ग - अन्तरायवर्ग (पुं.) (અંતરાય કર્મપ્રકૃતિનો સમૂહ) કોઈપણ કાર્યમાં વિઘ્ન ઊભું થાય તેમાં અંતરાય કર્મ જ કારણભૂત હોય છે. આ કર્મ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એટલે પરાક્રમ, આ પાંચને વિષે અંતરાય કરનાર થાય છે. સાવધાન ! આરાધનામાં રખેને અંતરાય કરતા, નહીંતર ભવાન્તરમાં ધર્મ દુર્લભ બની જતાં વાર નહીં લાગે. સંતાન - મારીન (જ.). (વચ્ચેનો ભાગ, મધ્યભાગ, અંતર) વિષ અને વિષયો આ બંનેમાં મોટું અંતર દેખાય છે. વિષ તો ભક્ષણ કરવાથી મારે છે. જ્યારે વિષયો તો સ્મરણ કરવા માત્રથી પણ માણસની સ્વસ્થતાને, વિવેક બુદ્ધિને અને અંતે જીવનને પણ હણે છે. લક્ષ્મણા સાધ્વીજીનું પતન એમ જ થયું હતું ને! અંતરાવ - સનારી પUT (પુ.) (રાજમાર્ગાદિ સ્થાનોને વિષે રહેલી દુકાનો, માર્ગમાં રહેલી હાટ) અંતરવહિ - અન્તરપUપૃદ(.) (જેની એક અથવા બન્ને બાજુએ દુકાનો હોય તેવું ઘર) જ્યાં આગળ લોકોની ઘણી અવર-જવર હોય અથવા માર્ગમાં વ્યાવસાયિક સ્થાનો હોય તેવા સ્થાને વસવાટનો નિષેધ કરાયો છે. શ્રીહરિભદ્રસૂરિજીએ ગૃહસ્થને ક્યાં વસવું અને ક્યાં ન વસવું તેના માટે ધર્મબિન્દુ ગ્રંથમાં સુંદર માર્ગદર્શન કર્યું છે.